• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ઝવેરેવ અમેરિકી ઓપનની સેમિફાઇનલમાં

ન્યૂયોર્ક તા.10 : યૂએસ ઓપનના મેન્સ સિંગલ્સમાં પ્રથમ ક્રમાંકિત જર્મન ખેલાડી એલેકઝાંડર ઝવેરેવ ફરી એકવાર ખિતાબ ભણી આગળ વધ્યો છે. તેણે કવાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડના બોટિક વાન ડે જેડશુલ્પ વિરૂધ્ધ 6-2, 7-પ અને 6-1થી શાનદાર જીત નોંધાવી સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ઝવેરેવે આ સીઝનમાં 23મી ગ્રાંડસ્લેમ જીત હાંસલ કરી છે અને એક સીઝનમાં સૌથી વધુ ગ્રાંડસ્લેમ મેચ જીતનારો જર્મન ખેલાડી બન્યો છે. અગાઉ આ રેકોર્ડ દિગ્ગજ ખેલાડી બોરિસ બેકરના નામે હતો. તેણે 1989માં એક સત્રમાં 22 ગ્રાંડસ્લેમ મેચ જીતી હતી. ઝેવરેવ આ વર્ષે ફ્રેંચ ઓપનનો ખિતાબ જીતી ચૂક્યો છે. જયારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેમિ ફાઇનલ સુધી અને વિમ્બલ્ડનમાં ફાઇનલ સુધી પહોંચ્યો છે. હવે યૂએસ ઓપનના સેમિમાં જગ્યા બનાવી છે. બીજી તરફ મહિલા સિંગલ્સમાં અમેરિકી ખેલાડી અને ચોથી ક્રમાંકિત કોકો ગોફ સેમિ ફાઇનલમાં પહોંચી છે. જયાં તેની ટકકર નવી નંબર વન ખેલાડી એલિના રાયબાકિના વિરૂધ્ધ થશે. જ્યારે અન્ય સેમિ ફાઇનલમાં સબાલેન્કા અને પેગુલા ટકરાશે. કોકો ગોફનો કવાર્ટર ફાઇનલમાં રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા વિરૂધ્ધ 2-6, 7-6 અને 6-2થી વિજય થયો હતો. ગોફની નજર બીજા યૂએસ ખિતાબ પર છે. આ પહેલા તે અહીં 2023માં ચેમ્પિયન બની હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd