મુંબઈ, તા. 9 : ઓસ્ટ્રેલિયા એ ટીમ વિરુદ્ધની
બે ચાર દિવસીય મેચ અને 3 વન ડે મેચની
શ્રેણીની ઇન્ડિયા એ ટીમ આજે બીસીસીઆઇ દ્વારા જાહેર કરાઈ છે. જેમાં વન ડે ટીમમાં સિનિયર
ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા સામેલ છે. બન્ને ફોર્મેટ ટીમની કપ્તાની અલગ અલગ
ખેલાડીને સોંપવામાં આવી છે. ચાર દિવસીય મેચની શ્રેણીમાં દેવદત્ત પડીક્કલ કપ્તાની કરશે
જ્યારે ઋતુરાજ ગાયકવાડ વન ડે ટીમનું સુકાન સંભાળશે. હાર્દિકની વાપસી પર નજર રહેશે.
ચાર દિવસીય મેચની શ્રેણીની ઇન્ડિયા એ ટીમમાં સાઇ સુદર્શનનો પણ સમાવેશ કરાયો છે. ઇજાને
લીધે તે શ્રીલંકા પ્રવાસની બહાર થયો હતો. અમન મોખાડે, આયુષ પાંડે, કુમાર કુશાગ્ર
અને યશ રાઠોડ પણ તક મળી છે. આઇપીએલમાં પ્રભાવિત દેખાવ કરનાર પ્રફુલ્લ હિંગે પહેલીવાર
ઇન્ડિયા એ ટીમમાં પસંદ થયો છે. જ્યારે ઇન્ડિયા એ ટીમમાં કપ્તાન ગાયકવાડ કપ્તાન છે તો
પડીક્કલ ઉપકપ્તાન છે. હાર્દિક પંડયાનો સમાવેશ ફિટનેસ ટેસ્ટ ક્લીયર કરવાની શરતે સમાવેશ
કરાયો છે. રજત પાટીદાર અને પ્રભસિમરન સિંઘ પણ પસંદ થયા છે. ચાર દિવસીય મેચની શ્રેણી
22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી
6 ઓક્ટોબરથી 3 વન ડે મેચની શ્રેણી રમાશે. તમામ મેચનું
આયોજન પોંડુચેરી ખાતે થયું છે. ચાર દિવસીય મેચની ઇન્ડિયા એ ટીમ : દેવદત્ત પડીક્કલ
(કેપ્ટન), અમન મોખાડે, આયુષ પાંડે,
સાઇ સુદર્શન, યશ રાઠોડ, શેખ
રશીદ, કુમાર કુશાગ્ર, શમ્સ મુલાની,
તનુષ કોટિયાન, તુષાર દેશપાંડે, અંશુલ કમ્બોજ, પ્રફૂલ હિંગે, એન.
જગદીશન, નચિકેત ભુટે અને વી. વૈશ્ય. વન ડે ટીમ : ઋતુરાજ ગાયકવાડ
(કેપ્ટન), હાર્દિક પંડયા, પ્રિયાંશ આર્ય,
દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર, કુમાશ કુશાગ્ર, નિશાંત સંધુ, વિપરાજ
નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન,
નમન ધીર, પ્રભસિમરન સિંઘ, ગુરજાપનીત સિંઘ અને યશ ઠાકુર.