દુબઈ, તા. 10 : વધુ એક દમદાર દેખાવના બળે ભારતની
મહિલા ટીમે આજે અહીં સેમિફાઈનલમાં બાંગલાદેશને 40 રને હરાવીને એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શેફાલી વર્માના
40 દડામાં 64 રનના સહારે ભારતે 20 ઓવરમાં 146 રન બનાવ્યા બાદ દીપ્તિ શર્મા
(26 રનમાં 3 વિ.) એન્ડ કંપપનીએ બાંગલા ટીમને 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 107 સુધી સીમિત રાખ્યું હતું. ભારતીય
બોલરોની ચુસ્ત બોલિંગ સામે બાંગલાદેશી બેટર્સ આક્રમક બેટિંગ કરી શકી નહોતી. માત્ર સોમા
અખ્તરે 22 રન અને દિલારા અખ્તરે 21 રન કરીને પ્રતિકાર કર્યો હતો. નંદિની શર્માએ 10 રનમાં બે વિકેટ ઝડપી હતી. અગાઉ
મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટની
સેમિ ફાઇનલમાં બાંગલાદેશ વિરુદ્ધ ભારતીય ટીમના 6 વિકેટે 149 રન થયા હતા.
ભારતીય મહિલા ટીમનો મધ્યક્રમ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. આથી 20 ઓવરના અંતે 149 રનનો સામાન્ય સ્કોર થયો હતો.
ભારત તરફથી યુવા આક્રમક બેટર શેફાલી વર્માએ 40 દડામાં 7 ચોગ્ગા અને
3 છગ્ગાથી 64 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી.
બાકીની બેટર મોટી ઇનિંગ્સ રમી શકી ન હતી. સ્મૃતિ મંધાના ફકત બે રને આઉટ થઇ હતી. પ્રતિકા
રાવલે 20, ઋચા ઘોષે 21 અને દીપ્તિ શર્માએ 13 રન કર્યા હતા. કપ્તાન હરમનપ્રિત
કૌર 28 દડામાં 2 છગ્ગાથી 24 રને નોટઆઉટ રહી હતી. બાંગલાદેશ
તરફથી સુલતાના ખાતુને બે વિકેટ લીધી હતી.મહિલા એશિયા કપની બીજી સેમિફાઇનલમાં શુક્રવારે
પાકિસ્તાન-શ્રીલંકા ટીમની ટકકર થશે.