• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

પેરા આર્ચરી વર્લ્ડકપમાં રસાકસી બાદ શિતલ દેવી ચેમ્પિયન

નવી દિલ્હી તા.10 : ભારતની દિવ્યાંગ તીરંદાજ ખેલાડી શિતલ દેવી વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ-3માં ગોલ્ડ મેડલ જીતી છે. રોમાંચક શૂટઓફમાં શિતલ દેવી વિજયી બની ચેમ્પિયન બની હતી. વિશ્વ નંબર વન શિતલ દેવીનો પેરા કમ્પાઉન્ડની વ્યકિતગત સ્પર્ધાના ફાઇનલમાં કઝાકિસ્તાનની પેરા ખેલાડી અઇજાદા સેઇદાન વિરૂધ્ધ જોરદાર ટકકર થઇ હતી. ફાઇનલમાં બન્નેનો સ્કોર 144-144 પોઇન્ટની બરાબરી પર રહ્યો હતો. આથી શૂટઓફનો સહારો લેવામાં આવ્યો હતો. જેમાં શિતલે પરફેટક ટેનનો સ્કોર બનાવ્યો હતો. જયારે આઇજાદા 9નો સ્કોર બનાવી શકી હતી. આથી રોમાંચક વિજય સાથે શિતલ દેવી ચેમ્પિયન બની હતી. સ્પર્ધાના અંતિમ દિવસે ભારતીય પેરા આર્ચર ખેલાડીઓએ કુલ 2 સુવર્ણ અને ચાર કાંસ્ય ચંદ્રક જીતની શાનદાર સમાપન કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd