• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

જહાજો નિશાને; મધ્ય-પૂર્વમાં યુદ્ધ વકર્યું

નવી દિલ્હી, તા.9 : મધ્યપૂર્વમાં તનાવ ફરીથી ચરમસીમાએ પહોંચવા લાગ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ તરફથી ઈરાનનાં પાંચ ઓઈલ ટેન્કરને તબાહ કરી નાખવામાં આવ્યા બાદ ઈરાને પણ પલટવાર કર્યો હતો અને તેની નૌસેનાએ ફારસની ખાડીમાં અમેરિકાનાં બે સહિત કુલ 10 જહાજ અને હોર્મુઝ જળમાર્ગ પાસે પણ અન્ય 10 જહાજો ઉપર હુમલો બોલાવી દીધો હતો. આ પહેલા ઈરાનની સેના આઈઆરજીસીની નૌસેનાએ એક અમેરિકી સબમરિનને બાનમાં લઈ લીધાનો દાવો કર્યો હતો. આઈઆરજીસીનાં કહેવા અનુસાર આ કાર્યવાહી હોર્મુઝ પ્રવેશ ક્ષેત્રમાં કરવામાં આવી હતી. જે સબમરિનને ઈરાને કબ્જે લીધી હતી એ અમેરિકાની સૌથી આધુનિક અને માનવરહિત સબમરિન પૈકી એક હતી. આ ઘટના પછી ટ્રમ્પની સેનાએ વળતો જવાબ આપતાં ઈરાનનાં પાંચ ક્રૂડઓઈલ ટેન્કરને નષ્ટ કરી નાખ્યા હતાં. જેની સામે ઈરાને કુલ મળીને 20 જેટલા જહાજોને નિશાને લઈ લેતા હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભડકવાની શંકા પેદા થઈ ગઈ છે.આ ઉપરાંત ઈરાને જોર્ડનમાં અમેરિકાનાં સૈન્ય મથકોને નિશાન બનાવીને પણ મિસાઈલો દાગી હતી. જોર્ડને કહ્યું હતું કે, તેનાં એર ડિફેન્સ સિસ્ટમે 20માંથી 18 મિસાઈલોને અટકાવી લીધી હતી. આ પહેલા ઈરાનનાં સરકારી મીડિયાએ કહ્યું હતું કે, તહેરાનની નવી કાસિમ બશીર બેલિસ્ટિક મિસાઈલ તેની લશ્કરી નીતિમાં બદલાવને દર્શાવે છે. આ સાથે ચેતવણી આપવામાં આવી હતી કે, ઈરાન પોતાનાં ઉપર કોઈપણ પ્રકારનાં ખતરા સામે કાર્યવાહી કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd