અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
વિધાનસભા ગૃહમાં 4 વિધેયકો વિગતે
ચર્ચા બાદ પસાર કરાયા હતા. હવે તેને રાજ્યપાલ પાસે મોકલી અપાશે અને તેમની સહી કે મંજૂરી
બાદ તેના નિયમો ઘડીને અમલ શરુ કરાશે. મહેસુલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત
જમીન મહેસૂલ (સુધારા) વિધેયક રજૂ કરાયું હતું. આ સુધારા વિધેયકમાં સાચા અને સ્પષ્ટ
રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજોની નોંધ તે જ દિવસે પ્રમાણિત કરવાની જોગવાઈ કરાઈ છે. પશુપાલન
મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા (1) ગુજરાત પશુધન
આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ (ઉત્પાદન,
સંગ્રહ, વિતરણ, વેચાણ અને
ગુણવત્તા નિયંત્રણનું નિયમન) વિધેયક રજૂ કરાયું હતું. જેમાં, પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણના ઉત્પાદન,
સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનાવવા ઉપરાંત દંડ અને સજા સહિતની સંખ્યાબંધ કડક
જોગવાઈઓ કરવા આવી છે. GST કાઉન્સિલની
56મી બેઠકની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર
દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસ.ંગતતા જાળવવા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા
(2) GSTસુધારા વિધેયક રજૂ કરાયું હતું.
એમાં, નાના વેપારીઓને ફક્ત 3 દિવસમાં ફેસલેસ સિસ્ટમ દ્વારા GST નોંધણી, પ્રમાણપત્ર અને નિકાસના કિસ્સામાં સાત દિવસમાં
90 ટકા રિફંડ મળે, વેચાણ પછીના ડિસ્કાઉન્ટ, ક્રેડિટ નોટ અને રિફંડ પ્રક્રિયા વધુ સરળ અને વ્યવહારિક બનાવતી જોગવાઈઓ કરવા
આવી છે. આ ઉપરાંત (4) શિક્ષણ મંત્રી પ્રધુમન વાજા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેમાં, બોર્ડના અધ્યક્ષની નિમણૂક અંગેની પાત્રતાના
ધોરણો, શાળા માન્યતાના નિયમો, પરીક્ષા અને
મૂલ્યાંકન પદ્ધતિ, બોર્ડની સત્તા અને વહીવટી માળખું, દંડ અને શિસ્તભંગની કાર્યવાહી, બોર્ડની રચના અને સભ્યોની
સંખ્યામાં ફેરફાર, શાળા માન્યતા અને શરતો અને પરીક્ષા સંચાલન
અને ગેરરીતિ અટકાવવાના નિયમો અંગેની જોગવાઈઓ સુધારવામાં આવી છે. - GST સુધારા વિધેયકની મુખ્ય જોગવાઈઓ : વેચાણ પછીના ડિસ્કાઉન્ટને વેરાકીય રાહત
:
કલમ 15(3)(બ)માં સુધારા
દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરવામાં આવી છે. વેચનાર
દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે અને ખરીદનાર દ્વારા તે ડિસ્કાઉન્ટ પર મેળવેલી વેરા
શાખ કલમ 34 મુજબ રિવર્સ કરવામાં આવે તો
વેચાણ કરનાર ડિસ્કાઉન્ટને વેચાણ મૂલ્યમાંથી બાદ કરી વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ
મેળવી શકશે. આનાથી અનુપાલનનો બોજ ઘટશે અને અંતિમ ઉપભોક્તાને લાભ મળશે.
- ક્રેડિટ નોટ અંગે સ્પષ્ટતા :
કલમ 15(3)(બ)ના સુધારાને
અનુષંગિક સુધારો કલમ 34(1)માં પણ સૂચવવામાં
આવ્યો છે. જેથી વેચાણ પછી આપવામાં આવેલી ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ ઇસ્યૂ કરી શકાશે.
- ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર માટે ઝડપી રિફંડ :
હાલમાં કલમ 54 હેઠળ રિફંડની અરજીના 60 દિવસની અંદર રિફંડ ચૂકવવાની જોગવાઈ છે. સુધારા દ્વારા ઇન્વર્ટેડ
ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઉપસ્થિત થતા રિફંડ માટે 90 ટકા પ્રોવિઝનલ રિફંડ દિન-7માં આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે. જેનાથી ઉદ્યોગકારોનું
રોકડ ભંડોળ (વર્કિંગ કેપિટલ) સુદૃઢ બનશે.
- નિકાસના માલના રિફંડ માટે રૂા.. 1,000ની મર્યાદા દૂર : હાલમાં રિફંડની
રકમ રુ. 1,000થી ઓછી હોય તો રિફંડ મળવા પાત્ર
નથી. વિધેયક દ્વારા કલમ-54માં સુધારો
કરીને વેરાની ચુકવણી સાથે નિકાસ કરેલા માલના રિફંડના દાવાઓ ઉપર ?1,000ની મર્યાદા
દૂર કરી રિફંડ આપવામાં આવશે.