ગાંધીધામ, તા. 10 : કચ્છમાં બે મહાબંદરોનાકારણે માલ પરિવહનમાં અમદાવાદ ડીવીઝન આખા ય પશ્ચિમ રેલવેમાં અગ્રેસર રહે છે .તાજેતરમાં સિંગલ ડે રેક હેન્ડલીંગના ચાર જ દિવસમાં ગાંધીધામ એરીયાના વ્યાપક યોગદાન વચ્ચે માલપરિવહનમાં
ઓલ ટાઈમ હાઈ 91 રેકના લોડીંગનો રેકોર્ડ કર્યો હતો. આ એક દિવસીય રેકોર્ડમાં ગાંધીધામ
એરીયામાંથી 72 રેકનું લોડીંગ કરાયું હતું.
અમદાવાદ ડીવીઝને પોતાના જ રેકોર્ડને તોડીને
માલ લોડીંગના ક્ષેત્રમાં કાર્યકુશળતા
અને પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો મેળવ્યો
છે. 91 રેક અને 3,847 વેગનન લોડીંગ સાથે 9 સપ્ટેમ્બરના વિવિધ સિધ્ધીઓ
મેળવી છે. એક જ દિવસમાં સૌથી વધુ 28 જમ્મો રેક લોડ કરવામાં આવી જે અત્યાર સુધીનું નવું ઉચ્ચ્તર સ્તર
છે. 23 ડબલ સ્ટેક કન્ટેનર રેક સહીત
47 કન્ટેનર રેક લોડ કરાઈ હતી. ખેતી ક્ષેત્ર માટે સમય સર ખાતર પહોંચાડવાના
હેતુથી અ 19 ખાતરની રેક અને સબંધીત
વિસ્તારોમાં મીઠાની માંગને પુરી કરવા માટે 8 રેક લોડ કરવામાં આવી
હીત. ડી.આર.એમ વેદ પ્રકાશે આ ઉલ્લેખનીય સિદ્ધિ માટે અમદાવાદ મંડળના તમામ અધિકારીઓ અને
કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સફળતા ટીમના સામૂહિક પ્રયત્નો, ઉત્તમ સંકલન અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનનું પરિણામ
હોવાનું જણાવ્યું હતું. મંડળ ભવિષ્યમાં પણ
આ જ કાર્યકુશળતા અને સમર્પણની સાથે માલ લાડિંગના ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરવા
માટે પ્રતિબદ્ધ હોવાની લાગણી વ્યકત કરી હતી.