ગાંધીધામ, તા. 10 : ભુજના હરિપર ગામની સીમમાંથી
પોલીસે એક શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂા. 2000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. હરિપર ગામમાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
ટ્રસ્ટની પાછળ મેદાન પાસે ભુજનો મુકેશ ઠાકોર બંદૂક લઇને ફરતો હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસ અહીં પહોંચી હતી. અહીંથી આ શખ્સ મુકેશ ઠાકોરને પકડી લેવાયો હતો, તેની પાસેથી રૂા. 2000ની 51 ઇંચની દેશી બંદૂક જપ્ત કરાઇ
હતી. આ બંદૂક તેના પિતાની હોવાનું તથા તે સાત-આઠ વર્ષ અગાઉ અવસાન પામ્યા હોવાનું તેણે
જણાવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.