• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ભચાઉની જૂની મુખ્ય બજારમાં રાત્રે દબાણો દૂર કરાયાં

ભચાઉ, તા. 10 : ભચાઉ શહેરની જૂની મેઈન બજાર અને ફૂલવાડી વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રાત્રિના સમયે જેસીબીની મદદથી રસ્તા પર આવેલા ઓટલા, લારી-ગલ્લા સહિતનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. મુખ્ય બજાર વિસ્તારમાં દૂધ ડેરી તથા નાસ્તાની દુકાનોની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ અને વાહનો પાર્ક થતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાતી હતી. દુકાનોની બહારના ઓટલા તેમજ રસ્તા પર વાહનો રાખવામાં આવતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થતી હતી, જેને પગલે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે, તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસર એ. બી. ઝાલા, એસ.ડી. ઝાલા, પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કારોબારી ચેરમેન વિજયાસિંહ ઝાલા, પિન્ટુદાન ગઢવી, પરેશ ઠક્કર તથા દેવશી રબારી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. દબાણો દૂર થતાં જૂની મેઈન બજાર-ફૂલવાડી વિસ્તારમાં રસ્તો ખુલ્લો થવા સાથે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં રાહત મળવાની શક્યતા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd