• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

10.41 લાખ પ્રવાસીએ કચ્છનારણોત્સવને માણ્યો

ગાંધીનગર, તા. 10 : કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશે મૂકનાર રણોત્સવનો આનંદ 2025-26ના વર્ષમાં 10.41 લાખ પ્રવાસીઓએ માણ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન પૂછવામાં આવેલ સવાલના જવાબમાં આ વિગત અપાઇ હતી. પ્રશ્નોત્તરી દરમિયાન કચ્છના ધારાસભ્યો દ્વારા  પ્રવાસન, કાયદો-વ્યવસ્થા અને આરોગ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કચ્છમાં પ્રવાસન વિકાસ, કાયદો-વ્યવસ્થા તથા આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ અંગે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંબંધિત પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ભૂજના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન રણોત્સવની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 10,41,694 રહી હતી. વર્ષ 2025-26ના રણોત્સવમાં વર્ષ 2024-25ની સરખામણીએ અંદાજે 3.97 ટકાનો પ્રવાસીઓમાં વધારો નોંધાયો હતો. ઉપરાંત, રણોત્સવ 2025-26 દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ મારફતે સ્ટોલધારકોને કુલ રૂા. 14.24 કરોડની આવક થઈ હતી, જેમાં ફૂડ સ્ટોલથી રૂા. 2.13 કરોડ અને ક્રાફ્ટ સ્ટોલથી રૂા. 12.11 કરોડની આવકનો સમાવેશ થાય છે. કાયદો-વ્યવસ્થા ક્ષેત્રે સરકારની કામગીરી અંગે કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમો અંગે પણ વિગતો રજૂ કરવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતી કિશોર મહેશ્વરીના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવાયું હતું કે, તા. 30 જૂન, 2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ 1,128 તેરા તુજકો અર્પણ કાર્યક્રમો યોજાયા છે અને આ કાર્યક્રમો અંતર્ગત નાગરિકોને કુલ રૂા. 27,89,09,714ની કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈલાલ દવેના પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી દ્વારા જણાવાયું હતું કે, તા. 31 જુલાઈ, 2026ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં 10 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનાં નવાં મકાન બાંધકામને મંજૂરી આપવામાં આવી છે.  તા. 31 જુલાઈ, 2026ની સ્થિતિએ કચ્છ જિલ્લામાં આ પ્રોજેક્ટ અંતર્ગત 427 સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd