• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ઓસિ. વિરુદ્ધની આફ્રિકાની વન-ડે ટીમમાં ડિકોક અને મિલર સામેલ : રબાડા બહાર

કેપટાઉન, તા. 8 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની આગામી ઘરેલુ વન-ડે સિરીઝની સાઉથ આફ્રિકાની ટીમ જાહેર થઈ છે. જેનું નેતૃત્વ તેંબા બાવુમા સંભાળશે. ટીમમાં બે અનુભવી ખેલાડી વિકેટકીપર - બેટર ક્વિંટન ડિકોક અને ડેવિડ મિલરનો સમાવેશ કરાયો છે. આથી એ સંકેત મળે છે કે આ બન્ને ખેલાડી 2027 વન-ડે વર્લ્ડ કપની યોજનામાં સામેલ છે. હાલમાં બન્ને પાસે આફ્રિકી ક્રિકેટ બોર્ડનો વાર્ષિક કરાર નથી. ડિકોક અને મિલર આફ્રિકા તરફથી આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમ્યા હતા. બીજી તરફ ઇજાને લીધે મુખ્ય ઝડપી બોલર કાગિસો રબાડા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન-ડે સિરીઝની બહાર થયો છે. તેની ગેરહાજરીમાં ગેરાલ્ડ કોએત્ઝીનો સમાવેશ કરાયો છે. બન્ને ટીમ વચ્ચેની ત્રણ મેચની વન-ડે શ્રેણી 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. દ. આફ્રિકા ટીમ: તેંબા બાવૂમા (કેપ્ટન), ઓટનિલ બાર્ટમેન, કોબિન બોશ, મેત્થૂ બિત્ઝેક, ગેરાલ્ડ કોએત્ઝી, કિવંટન ડિકોક, ટોની ડિ જોર્જી, બ્યોર્ન ફોર્ટુઇન, માર્કો યાનસન, કેશવ મહારાજ, કવેના મકાફા, એડન માર્કરમ, ડેવિડ મિલર, લૂંગી એનગિડી, રિયાન રિકલટન અને ટ્રિસ્ટન સ્ટબ્સ. 

Panchang

dd