સુરત તા. 8 (અમારા પ્રતિનિધિ
તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં
નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના નવા અને દેશના પ્રથમ એઆઈ આધારિત અદ્યતન જિલ્લા કાર્યાલય
નમો કમલમનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપનું નવું કાર્યાલય રૂ. 10 કરોડના ખર્ચે અને 40,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં
તમામ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ કાર્યાલયમાં દુ:ખીયાઓના દુ:ખ દૂર થાય તેવા
કામ કરવાના છે. હેલિપેડ પર વડાપ્રધાનનું દેશી અને પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરાયું
હતું. પરંપરાગત પોશાકમાં સજ્જ 1100 બહેનોએ માથે મંગલ કળશ મૂકીને તેમને વધાવ્યા હતા. વડાપ્રધાને
મોદીએ નમો કમલમ કાર્યાલયની અંદર જઈને બધી સુવિધાઓ જાતે જોઈ હતી. તેમણે એઆઈ ટેકનોલોજીથી
ચાલતા મુખ્ય ઓફિસ રૂમ, ડિજિટલ કોલ
સેન્ટર, આધુનિક મીડિયા સેન્ટર, લાઈબ્રેરી
તેમજ સાંસદ અને ધારાસભ્યો માટે બનાવેલી ખાસ કેબિનોની સમીક્ષા કરી હતી.