• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ઇંગ્લેન્ડના વર્લ્ડકપ વિજેતા જોસ બટલર એન્કર ઓરલ કેરના ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઇ, તા.  9 : એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની પ્રતિષ્ઠિત ઓરલ કેર બ્રાન્ડ એન્કર ઓરલ કેરે ઇંગ્લેન્ડના ક્રિકેટર, વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અને ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી જોસ બટલરને ભારતમાં પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ભારત એન્કર માટેના સૌથી મજબૂત બજારોમાંનું એક મૂળ બજાર છે. જોસ બટલરની વૈશ્વિક ખેલાડી તરીકેની ઓળખ, નેતૃત્વ ક્ષમતા અને જીતવાની માનસિકતા એન્કરની ઉચ્ચ ગુણવત્તા અને ઉપભોક્તાના વિશ્વાસને પ્રતિપાદિત કરે છે. જોસ બટલરની નિમણૂક, એન્કર ઓરલ કેરની કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી સાથેની પ્રથમ ભાગીદારી છે. આ જાહેરાત અંગે એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ડિરેક્ટર કરણ શાહે જણાવ્યું હતું કે, `30થી વધુ દેશોમાં હાજરી ધરાવતી એન્કર ઓરલ કેર સતત પોતાની પહોંચ વધારી રહી છે. ભારત અમારું ઘરેલુ બજાર છે અને એન્કર માટે હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અમે એવી વ્યક્તિ સાથે ભાગીદારી કરવા માગતા હતા, જે શ્રેષ્ઠતા, નેતૃત્વ અને મજબૂત મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતી હોય. જોસ બટલરની અસાધારણ સફર અને વૈશ્વિક ઓળખ તેમને એન્કર ઓરલ કેર માટે એકદમ યોગ્ય પસંદગી બનાવે છે અને એન્કર પરિવાર સાથે તેમનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે.' એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ક્રિએટિવ ડિરેક્ટર કુણાલ શાહે જણાવ્યું હતું કે, `જોસ બટલરમાં પ્રદર્શન, આત્મવિશ્વાસ, સંયમ અને વ્યક્તિત્વનું દુર્લભ સંયોજન જોવા મળે છે, જે તેમને માત્ર એક રમતગમતના આઇકનથી પણ વધુ વિશિષ્ટ બનાવે છે.' એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ - સેલ્સ અસિત રોયે જણાવ્યું હતું કે, `ભારત એન્કર ઓરલ કેર માટે મહત્ત્વપૂર્ણ બજાર છે અને આઈપીએલના માધ્યમથી જોસ બટલરનું ભારતીય ક્રિકેટપ્રેમીઓ સાથેનું મજબૂત જોડાણ આ ભાગીદારીને ખાસ બનાવે છે.' એન્કર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના માર્કાટિંગ હેડ સંદીપ અભીએ જણાવ્યું હતું કે, `લગભગ ત્રણ દાયકાથી ભારતીય પરિવારો એન્કર પર વિશ્વાસ કરતા આવ્યા છે અને હવે અમારી મહત્ત્વાકાંક્ષા આ વિશ્વાસને આગળ લઈ જઈને અમારી સફરના આગામી તબક્કાનું નિર્માણ કરવાની છે.' આ ભાગીદારી અંગે જોસ બટલરે જણાવ્યું હતું કે, `એન્કર ઓરલ કેર સાથે ભાગીદારી કરતાં મને ખૂબ આનંદ થાય છે. આ એવી બ્રાન્ડ છે જે વિશ્વાસ, ગુણવત્તા અને રાજિંદા જીવનમાં આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે અને આ મૂલ્યો સાથે હું પણ મજબૂત રીતે જોડાયેલો છું. વ્યક્તિગત સુખાકારી માટે મોઢાની સ્વચ્છતા અને આરોગ્યની કાળજી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એન્કરના પ્રયાસોને સમર્થન આપવા હું ઉત્સાહિત છું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd