• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ભુજમાં હમીરસરમાં ડૂબી જવાથી વૃદ્ધે જીવ ગુમાવ્યો

ભુજ, તા. 9 : શહેરના હમીરસર તળાવમાં ડૂબી જવાથી કાંતિલાલ પારુમલ ચંદે (ઉ.વ. 70)નું મોત થયું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, હતભાગી કાંતિલાલભાઈ બુધવારે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા, જે પછી હમીરસરમાં બેભાન અવસ્થામાં મળ્યા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd