મોકી (ચીન), તા. 8 : જુનિયર એશિયા
કપ હોકીમાં ભારતીય પુરુષ ટીમનો ત્રીજી મેચમાં દ. કોરિયા સામે 7-3 ગોલથી વિજય થયો છે. આ જીતથી
પૂલ-એમાં ભારતીય ટીમની સ્થિતિ મજબૂત બની છે. ભારતીય ટીમની 3 મેચમાં 7 અંક થયા છે. ભારતની ટક્કર હવે બુધવારે ચીની તાઇપે વિરુદ્ધ થશે.
કોરિયા સામેની મેચમાં ભારત તરફથી કપ્તાન અનમોલ સિંઘે પાંચમી મિનિટે ગોલ કર્યો હતો.
આ પછી લવનૂર સિંઘે 18મી, અજીત યાદવે 20મી, પ્રભદીપ સિંઘે 42મી, ગુરસેવક સિંઘે પપમી અને આર્યન જેસે પ8મી મિનિટે ગોલ કર્યા હતા. બીજી તરફ મહિલા જુનિયર એશિયા કપ હોકી સ્પર્ધામાં
ભારતીય ટીમે જાપાન વિરુદ્ધ 7-0 ગોલથી વિજય
મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. ભારતીય મહિલા ટીમના 3 મેચમાં 9 પોઇન્ટ થયા છે. મહિલા ટીમની આખરી લીગ મેચ ચીન સામે બુધવારે રમાશે.
જાપાન સામેની મેચમાં ભારતીય મહિલા ટીમે ત્રીજી ક્વાર્ટરમાં પાંચ મિનિટની અંદર ત્રણ
ગોલ કર્યા હતા.