માંડવી, તા. 9 : પડોશી બાંગલાદેશ ખાતેના ભારતીય
હાઈકમિશનર દિનેશભાઈ ત્રિવેદીએ મંગળવારે બંગભવન ખાતે બાંગલાદેશના રાષ્ટ્રપતિ મિર્ઝા
ફખરુલ ઈસ્લામ આલમગીર સાથે પ્રથમવાર મુલાકાત દરમ્યાન બન્ને પક્ષે પારસ્પરિક સંબંધો મજબૂત, ટકાઉ બનાવીને સાજા હિતો, ઈતિહાસ, સાંસ્કૃતિક નજદીકીને ધ્યાનમાં લઈ જળ સંસાધનો,
વેપાર અને લોકોથી લોકોના સંબંધોમાં સહયોગ વધારવાની ઈચ્છા પ્રદર્શિત કરાઈ
હતી. એક સમયે અને દીર્ઘકાલીન આપસી નિકટતા પછી સત્તાપલટા સાથે ડો. મુહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારની
નીતિ-રીતિ થકી આપસી સંબંધોમાં આવેલી કડવાહટ બાદ તારીક રહેમાને નવા વડાપ્રધાન તરીકે
કાર્યભાર સંભાળતાં પાટેથી ઊતરી ગયેલા આપસી વિશ્વાસના સંબંધો ફરી પાટે ચડાવવાનો વ્યાયામ
ચાલી રહ્યો છે, તે દરમ્યાન પાડોશી બાંગલાદેશમાં રાષ્ટ્ર પ્રમુખપદે મિર્ઝા ફખરુલ ઈસ્લામ
આલમગીરે પદભાર સંભાળતાં બંગભૂમિ ઉપર ભારતીય હાઈકમિશનર, કચ્છી
સપૂત દિનેશભાઈ ત્રિવેદીએ પ્રથમવાર સૌજન્ય મેળાપ કરતાં સફળતા માટે શુભેચ્છા આપી હતી.
બંગભવન ખાતે યોજાયેલી મુલાકાતમાં દ્વિપક્ષી સંબંધોમાં બન્ને પક્ષોએ પરસ્પર વિશ્વાસ,
આદર અને ભવિષ્યલક્ષી ભાગીદારી, વિશ્વસનીયતા બનાવવા,
જળ સંસાધનોમાં ગંગા અને તિસ્તા જેવી સામાન્ય નદીનાં જળની વાજબી વહેંચણીનો
હિસ્સો સુનિશ્ચિત કરવા ઉપરાંત બન્ને નેતાઓએ આપસી વેપાર, કનેક્ટિવિટી,
ટેકનોલોજી અને મ્યુઅલ ટુ મ્યુઅલ સંપર્ક અને સહયોગ વધારવાની ઈચ્છા વ્યક્ત
કરી હતી. બન્ને રાષ્ટ્રો સમાન સંસ્કૃતિ, ઈતિહાસ, નિકટતા, પ્રગાઢ અને બહુઆયામી સંબંધોને સરાકાત્મક અને
મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ સ્થળેથી મિર્ઝા ફખરુલ ઈસ્લામે પોતાની શુભેચ્છાઓ
ભારતીય રાષ્ટ્ર પ્રમુખ અને સરકારને પહોંચાડવા ઈચ્છા દર્શાવી હતી. જો પરસ્પર હિતના મુદ્દે
વાજબી-અપેક્ષિત સ્વીકાર્ય ઉકેલ આવે તો સૌથી નજીકના પડોશીઓની કડી મજબૂત બની શકે છે.
શ્રી ત્રિવેદીએ ભારત સરકાર આ દિશામાં સકારાત્મ રીતે આગળ વધી રહી હોવાનું કહ્યું હતું.