• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

શિરવામાં 1300 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત

કોડાય (તા. માંડવી), તા. 9 : કચ્છ જિલ્લા કલેક્ટર તથા મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ  શિરવા ગામે સરકારી જમીનો ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે માંડવી તાલુકાના શિરવા ગામે સરકારી જમીન ઉપર થયેલાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 1300 ચો.મી. જમીનને દબાણમુક્ત કરાવાઇ હતી. શિરવા ગામની સરકારી સર્વે નંબર 408 પૈકીની જમીનમાં આશરે 1300 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં 700 ચોરસ મીટર વિસ્તારમાં રહેણાક મકાન, પતરાવાળો શેડ તથા બે દુકાનો બનાવવામાં આવી હતી. જ્યારે 600 ચોરસ મીટર વિસ્તારમાં બે ગોડાઉન જેવા દેખાતા રૂમો તેમજ ફરતે દીવાલ બનાવી સરકારી જમીનનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. સરકારી જમીન ઉપર થયેલાં આ દબાણની જંત્રી મુજબની અંદાજિત કિંમત રૂ. 6,50,000 હોવાનું જણાવાયું હતું. તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણોને દૂર કરી 1300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ દબાણ દૂર કરવાની કામગીરી મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (દબાણ) તથા મહેસૂલ વિભાગનો અન્ય સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd