કોલંબો, તા. 21 : પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકન બેટર્સ
ભારતની સ્પિન જાળમાં આબાદ ફસાયા હતા, ત્યારે રવિવારથી બીજી ટેસ્ટમાં પીચ પર બેટર્સ અને બોલર્સ બન્નેને મદદ મળશે
તેવા અહેવાલ છે. જો કે3, આ વખતે ફકત
સ્પિનર્સ જ નહીં ઝડપી બોલરો માટે પણ પીચમાંથી મદદ મળશે. આ સંકેત પીચ ક્યુરેટરે આપ્યો
છે. તેમણે કહ્યું છે કે, અમે ગોલ જેવી
સંતુલિત પીચ બનાવી રહ્યા છે. અમારી ટીમમાં કેટલાક અનુભવી ખેલાડી નથી. આથી યુવા ખેલાડીઓને
સારી તક મળે તેના પર ધ્યાન અપાયું છે. શ્રીલંકાએ આ મેદાન પર 2018માં દ. આફ્રિકા, 2016માં ઓસ્ટ્રેલિયા
અને છેલ્લે 202પમાં બાંગલાદેશ ટીમને ટેસ્ટ
હાર આપી છે. આ વખતે શ્રીલંકા ઝડપી અને થોડી ઉછાળવાળી પીચ બનાવી ભારતને ભીંસમાં લેવાનો
પ્રયાસ કરશે તેવા રિપોર્ટ છે.