ગોરેવાલી (બન્ની), તા. 21 : બન્ની વિસ્તારમાં
આવેલા ગોરેવાલી ગામે આસપાસના ગામોના યુવાનો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
હતું. 54 ખેલાડીએ ચાર ટીમ વતી ભાગ લીધો
હતો. આઇપીએલની ટીમોના નામ કિંગ ઇલેવન પંજાબ, એસઆરએચ, કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ
થયો હતો. ફાઇનલમાં મહેબૂબ મુતવાની કેપ્ટનશિપ હેઠળની કિંગ ઇલેવન પંજાબ ટીમે શાનદાર પ્રદર્શન
કરીને વિજય મેળવ્યો હતો, જ્યારે ઇરફાન મુતવાની કેપ્ટનશિપ હેઠળની
એસઆરએચ ટીમ ઉપવિજેતા રહી હતી. બેસ્ટ બોલર મસુદ મુતવા, બેસ્ટ ફિલ્ડર
મોહબ્બતખાન મુતવા, બેસ્ટ કીપર યાકુબ મુતવા, બેસ્ટ બેટ્સમેન મહેબૂબ મુતવા, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
ભક્તિયાર મુતવા થયા હતા. વિજેતા ખેલાડીઓને યાકુબ મુતવા, મસુદ
મુતવા અને મોહબ્બત ખાન મુતવા દ્વારા ટ્રોફી તથા ઇનામો અપાયા હતા. આયોજન જભાર મુતવા
અને મોહબ્બતખાન મુતવા દ્વારા કરાયું હતું. સમગ્ર ટૂર્નામેન્ટનું સંચાલન સમીર એચ. મુતવાએ
કર્યું હતું. અમ્પાયર લુકમાન મુતવા, ભારી મુતવા, એબી મણકા, ભીમા મારવાડા, મહેબૂબ
મુતવા અને ખાન મામદ મુતવા હતા, જ્યારે સ્કોરર મામદ હસન મુતવા,
મહેમુદ મુતવા અને એજાઝ મુતવા રહ્યા હતા.