• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

રૂટનો રેકોર્ડ : સચિનની બરાબરી કરી

લીડસ, તા. 21 : ઇંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર બેટર જો રૂટે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં તેની 68મી અર્ધસદી ફટકારી હતી. તે 66 રન કરી આઉટ થયો હતો. 66મી અર્ધસદી સાથે જો રૂટે ભારતના મહાન બેટધર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સચિને પણ તેની ટેસ્ટ કેરિયર દરમિયાન 68 અર્ધસદી કરી હતી. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો શિવનારાયણ ચંદરપૌલ 66 અર્ધસદી સાથે ત્રીજા સ્થાને અને ભારતનો રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન એલન બોર્ડર 63-63 અર્ધસદી સાથે ચોથા ક્રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં સચિનના સૌથી વધુ 1921 રન અને પ1 સદીના રેકોર્ડ ભવિષ્યમાં રૂટ તોડી શકે છે. રૂટના ખાતામાં હાલ 167 ટેસ્ટમાં 14180 રન છે અને 41 સદી છે.

Panchang

dd