ભુજ, તા. 21 : રાજકોટમાં ગુજરાત કેસરી દ્વારા
યોજાયેલી રાજ્યકક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં રાજ્ય બહારના 250 સ્પર્ધકે ભાગ લીધો હતો, તેમાં ભુજની ધારા શર્માને 76 કિગ્રાની જુનિયર બહેનોની કેટેગરીમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા
હતા. ધારાએ સ્ક્વેટમાં 92.5 કિગ્રા, બેન્ચ પ્રેસમાં 50 કિગ્રા તેમજ ડેડલિફ્ટમાં 135 કિગ્રા વજન મળીને કુલ 277.5 કિગ્રા વજન ઊચક્યું હતું. તે
18 વર્ષની છે અને રાજ્યકક્ષાની
સ્પર્ધામાં 4 વખત ગોલ્ડ મેળવનારી કચ્છની એકમાત્ર યુવતી
છે. ભુજના 68 વર્ષીય અલીખાન પઠાણને માસ્ટર
કેટેગરીમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અલીખાને સ્ક્વેટમાં 110 કિગ્રા, બેન્ચ પ્રેસમાં 80 કિગ્રા તેમજ ડેડલિફ્ટમાં 135 કિગ્રા એમ કુલ 325 કિગ્રા વજન ઊંચક્યું હતું.
તેઓ એશિયન ચેમ્પિયન છે. આ બંને ખેલાડીએ ભુજના 360 ફિટનેસ પોઈન્ટ જીમમાં વિશ્વ ચેમ્પિયન પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરી
પાસેથી તાલીમ મેળવી હતી અને કોચ તરીકે સ્પર્ધામાં શ્રી મહેશ્વરી હાજર રહ્યા હતા. જીમના
સંચાલક જયદીપ ગોરસિયાએ તેમને બિરદાવ્યા હતા. આ બંને સ્પર્ધક હવે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.