વોશિંગ્ટન, તા. 21 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકા જલ્દી
હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણપણે કબજો કરી લેશે. અમેરિકી હુમલાઓમાં ઈરાનમાં નૌકાદળ,
વાયુદળ અને સૈન્ય નેતૃત્વને ભારે નુકસાન થયું છે, તેવું તેમણે કહ્યું હતું. ટ્રમ્પ બોલ્યા હતા કે, અમેરિકા
કોઈ પણ કિંમત પર ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની અનુમતિ નહીં આપે. ઈરાનને અણુશત્રો બનાવતું
રોકવા માટે સૈન્ય કાર્યવાહી જરૂરી હતી.અમેરિકી પ્રમુખે એવી ચેતવણી પણ આપી હતી કે,
ભવિષ્યમાં ઈરાન તરફથી ફરી આવો ખતરો પેદા થશે, તો
અમેરિકા ફરી કડક કાર્યવાહી કરશે. અત્યારે એ પણ સ્પષ્ટ નથી કે, ઈરાનમાં અંતિમ ફેંસલા કોણ લે છે. અનેક મોટા નેતા હવે નથી રહ્યા એટલે નવી સમજૂતી
પર વાતચીત મુશ્કેલ બની છે, તેવું ટ્રમ્પે કહ્યુyં હતું. ટ્રમ્પે ફરી દાવો કર્યો હતો કે, ઈરાન આર્થિક સંકટ સામે લડી રહ્યું છે. મોંઘવારી
વધી ગઈ છે. સેનાને પગાર આપવામાં પણ તકલીફ આવી રહી છે. દરમ્યાન, અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેંટે શુક્રવારે એવી ચેતવણી આપી હતી કે,
જે કોઈ ઈરાન સાથે કારોબાર જારી રાખશે તો તેમની સામે અમેરિકા મોટા આર્થિક
પગલાં લેશે.