ભુજ, તા. 21 : તાલુકાના નાગોરથી રાયધણપર જતા
માર્ગ પરથી ત્રણ ઈસમને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી માધાપર
પોલીસ મથકમાં નોંધાયેલા વાયર ચોરી અંગેના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે આપેલી
વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ
ધરાયેલી કાર્યવાહીમાં શંકાસ્પદ રીતે ફરતા સરફરાજ મામદ લુહાર, સિકંદર જુસબ ત્રાયા અને રમજાન હુસેન ઉર્ફે બાવલા મથડાને ઝડપી પાડી તેમની પાસેથી
17 કિલો કેબલ કિં. રૂા. 13,600, એક મોટરસાઈકલ કિં. રૂા. 20,000 તથા એક મોબાઈલ મળી કુલ રૂા.
48,600નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા અન્ય આરોપી અલી સિદ્ધિક નોડેને પકડવા તજવીજ
હાથ ધરી હતી.