• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

પહેલી ટેસ્ટમાં પાકનો કારમો પરાજય

લીડસ, તા. 21 : પાકિસ્તાન વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં ત્રણ દિવસની અંદર ઇંગ્લેન્ડનો એક ઈનિંગ્સ અને 103 રને ધમાકેદાર વિજય થયો છે. આ શાનદાર જીતથી 3 મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. મેચના આજે ત્રીજા દિવસે પાકિસ્તાની ટીમનો બીજા દાવમાં 37.3 ઓવરમાં 13પ રને ધબડકો થયો હતો. ઇંગ્લેન્ડની પેસ બેટરી સામે આખી મેચમાં પાકિસ્તાની બેટધરે ઘૂંટણિયે પડી ગયા હતા. બીજા દાવમાં પાક. તરફથી સૌથી વધુ 41 રન મોહમ્મદ રિઝવાને કર્યાં હતા જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ઓલી રોબિન્સન, જોફ્રા આર્ચર અને જોશ ટંગે 3-3 વિકેટ લીધી હતી. રોબિન્સન પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેણે પહેલા દાવમાં પ વિકેટ લીધી હતી. આ પહેલા આજે ઈંગ્લેન્ડનો પહેલો દાવ 409 રને સમાપ્ત થયો હતો. જેમાં હેરી બ્રુકના 91, કેપ્ટન જો રૂટના 66, જોર્ડન કોકસના 73 અને ડેન લોરેન્સના પ1 રન મુખ્ય હતા. પાક. તરફથી અલી ઉસ્માને પ વિકેટ લીધી હતી. અગાઉ પાકિસ્તાનના પહેલા દાવ 171 રન થયા હતા.

Panchang

dd