• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મૂળ ભુજના ક્રિકેટર ઈંગ્લેન્ડની 50 વર્ષની વયજૂથની ટીમ વતી ઝળક્યા

ભુજ, તા. 15 : મૂળ ભુજના અને છેલ્લા ત્રણ દાયકાથી લંડનમાં સ્થાયી થયેલા મુકેશ રસિકલાલ ભટ્ટની ઈંગ્લેન્ડની 50 વર્ષની વયજૂથની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. અગાઉ ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં સ્પિનનો જાદુ ચલાવનારા મુકેશે આ વર્ષે ઈંગ્લેન્ડની `િફફ્ટીઝ' ટીમ વતી સુંદર દેખાવ કર્યો છે. તાજેતરમાં રમાયેલી ભારત સામેની મહત્ત્વની સિરીઝમાં મુકેશ ભટ્ટે ઈંગ્લેન્ડની રમતમાં બે મેચમાં કરી બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, હવે ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમાશે, જેમા પણ આ કચ્છી ઓલરાઉન્ડર રમશે. ઈંગ્લેન્ડની વરિષ્ઠ ટીમમાં થયેલી પસંદગીની સિદ્ધિને મુકેશ એ તેમના પિતા કચ્છના જાણીતા પૂર્વ ક્રિકેટર સ્વ. રસિકલાલ ભટ્ટને સમર્પિત કરી હતી. સાથે જ પૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ, પૂર્વ રણજી ખેલાડી અનિલ ઠકરાર, પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા, જોરાવરસિંહ રાઠોડના માર્ગદર્શનને પણ યાદ કર્યું હતું. 

Panchang

dd