• ગુરુવાર, 16 જુલાઈ, 2026

અબડાસા સાથે નાતો જાળવી રાખવા નવી પેઢીને સાંસદની અપીલ

ભુજ, તા. 15 : `મારો મત મારા ગામમાં' આ સંકલ્પ સાથે ભુજ રહેતા સમસ્ત સનાતની અબડાસાવાસીઓના સ્નેહમિલનને આજે સંબોધતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સૌ અબડાસાવાસીઓને પોતાની ભાવિ પેઢીનો નાતો  વતન સાથે બાંધી રાખવા અપીલ કરી હતી. ભુજના ટાઉનહોલ ખાતે અલબેલા અબડાસાના સ્નેહમિલનમાં મુખ્ય મહેમાનપદેથી બોલતાં સાંસદ શ્રી ચાવડાએ  જણાવ્યું હતું કે, ભલે ધંધાર્થે કે રોજગારી અર્થે સ્થળાંતર થવું પડયું હોય, પરંતુ મતાધિકાર પોતાના વતન અબડાસામાં જાળવી રાખજો. આ પ્રકારની વ્યવસ્થાનાં પરિણામ લાંબા ગાળે મળશે. તેમણે આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે કચ્છી નવા વર્ષની રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરાની છણાવટ કરી હતી. આર.એસ.એસ.ના સંઘ સંચાલક હિંમતસિંહ વસણે આયોજનબદ્ધ રીતે પ્રત્યેક અબડાસાના ગામોના લોકો જાગૃત બને અને મતદાન માટે અવશ્ય પોતાના ગામ જાય અને ચિંતા કરે એમ જણાવ્યું હતું. કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોષીએ જણાવ્યું હતું કે, અમારો પરિવાર 31 વર્ષથી ગામમાં જ મતદાન કરે છે. આજે આ પહેલ કરવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે. મહિલા અગ્રણી ચેતનાબા જાડેજાએ પણ ટીમને અભિનંદન આપી પોતાના તરફથી સહાકરની ખાતરી આપી હતી. માનવજ્યોતના અધ્યક્ષ પ્રબોઇભાઇ મુનવરે પ્રયાસોને અવિરત આગળ વધારવા ભાર મૂકયો હતો. કોંગી આગેવાન મહેન્દ્રભાઇ ઠક્કરે કહ્યું કે, ભલે ભુજ વસ્યા છીએ, પરંતુ ગામડાંના આંગણાની યાદ વિસરાતી નથી. જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ મહાવીરસિંહ જાડેજા, વિવિધ ક્ષેત્રના આગેવાનો ખેંગારજી જાડેજા, મુકેશ મડૈયાર, કુંવર ઇન્દ્રસિંહ જાડેજા, છત્રસિંહ જાડેજા, નગરસેવક ધર્મેશ ગોર, મયંક રૂપારેલ, વંદનાબેન પરમાર, જિ.પં. સદસ્ય કમાભાઇ રબારી, ઉષાબા જાડેજા, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, ઉમરશી ભાનુશાલી, વસંત ભાનુશાલી, રોહિત ગોર, તુષાર ઠક્કર, નારાણગર ગોસ્વામી, ધનજીભાઇ સોની, વિજય કોલી, વિશનજીભાઇ મહેશ્વરીડો. નવુભા સોઢા વગેરેની ઉપસ્થિતિમાં આયોજન સમિતિના કન્વીનર મુકેશભાઇ ભટ્ટે આયોજન અંગે કેવી રીતે વિચાર આવ્યો ને વિનોદભાઇ ચાવડા તરફથી મળેલા સહકારની વિગતો આપી હતી. તો ટીમના મોવડી જે.પી. ગોરે કહ્યું કે, આ કોઇ રાજકારણનો કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રવાદનો કાર્યક્રમ છે. આપણે સૌએ આ બાબતે જાગવું પડશે અને મતદાન ગામમાં કરવાથી શું ફરક પડે તેની વિગતો આપી હતી. પ્રારંભમાં સંચાલન કરતાં અજયભાઇ જોશીએ નલિયાના લોકોનું પાંચ વર્ષથી મિલન યોજીએ છીએ તે પરથી આખા અબડાસાનો વિચાર આવ્યો ને `મારો મત મારા ગામમા' સૂત્રને આગળ વધાર્યો છે એમ કહ્યું હતું. સમિતિના અગ્રણી રશ્મિભાઇ ઠક્કરે સંચાલન કર્યું હતું, તો પ્રફુલ્લ ઠક્કરે આભાર માન્યો હતો. જયદીપસિંહ જાડેજા, સંજય ત્રિપાઠી, મનોજ જોશી, હરેશ મડૈયાર, જનાર્દન પંડયા, મોહિત જોશી, વસંતગિરિ ગોસ્વામી, વિક્રમસિંહ જાડેજા, જયંતીભાઇ સેજપાલ, નરપતસિંહ સોઢા, જીતુ ગોસ્વામી, કનૈયાલાલ અબોટી, એ.ડી. મકવાણા, ટોકરશી ઠક્કર, જનક જેઠા, પ્રવીણભાઇ ભદ્રા, નરેન્દ્ર જોશી વગેરેએ મહેમાનોનું સન્માન કર્યું હતું. 

Panchang

dd