ગાંધીધામ,તા.15 : કચ્છી રાજગોર સમાજ પૂર્વકચ્છના
ઉપક્રમે 30મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના
હસ્તે તેજસ્વી તારલાઓને બિરદાવવામાં આવ્યા હતા. શ્રૃતિબેન નિતીનભાઈ ગોરના અધ્યક્ષતામાં
યોજાયેલા કાર્યક્રમમાં પ્રારંભમાં બાળકોએ
સ્વાગતનૃત્ય પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપપ્રાગટય
કરાયુ હતું. માનસ હનુમંતધામના મહંત ભાનુપ્રસાદ રાજગોરે આશીર્વાદ આપતા બાળકોને શિક્ષણ
પ્રત્યે જાગૃત રહીને આગળ વધવા અપીલ કરી હતી. તાજેતરમાં 101 બ્રાહમણ કન્યાઓના લગ્ન કરાવવામાં
મુખ્ય સહયોગ આપનાર અને અગ્રણી ઉદ્યોગપતી બાબુભાઈ હુંબલે આધુનિક યુગની જરૂરીયાત મુજબ
શિક્ષણને પોતાના જીવનમાં પ્રાધાન્ય આપી યુવાનોને
આગળ વધવા અનુરોધ કર્યો હતો. વિશ્વ ચેમ્પીયનશીપ-2026માં વિજેતા કુ.હિના રાજગોરે યોગ પ્રદર્શન સાથે યોગનુ મહત્વ કારકિર્દીની તકોની
વિગતો આપી હતી. કોર્મશિયલ પાઈલોટ કેપ્ટન ભુમી મોતાનુ ગૌરવ પુરસ્કાર સાથે સન્માન કરાયુ
હતું. તેમજ સમાજ સેવા કરનાર ટ્રસ્ટી નારણભાઈ લક્ષ્મીશંકર નાકાર તથા રાજેશ
ગોર,દિલીપ ગોર,હસ્મીતાબેન ગોર,
અંજલિબેન ગોર,કિર્તી ગોર,ધમર્શે ગોર, પુનીત ગોરનુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
વિજેતા બનવા બદલ સન્માન કરાયુ હતું. સંગીત વિશારદ વૃંદા પેથાણી અને ગીનીશબુકમાં
નામ નોંધાવવા સાથે સિધ્ધ મેળવવા નમન ગોરનુ
અને મેનેજમેન્ટનો ઉચ્ચ અભ્યાસપૂર્ણ કરનાર શ્રેયાંશ અજાણીને બિરદાવાયા હતા.આ પ્રસંગે
અંજાર સુધરાઈ પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા તથા
શંભુભાઈ વ્યાસ,બંસીભાઈ ગોર,હરીશ ગોર,ચંદ્રકાંત મોતા,પ્રવિણચંદ્ર
મોતા,હસમુખભાઈ નાકર, ચેતનભાઈ વ્યાસ,મોહનભાઈ અજાણી,ધર્મેન્દ્ર રાજગોર,નિખીલ રાજગોર, નાનજીભાઈ મોતા,પ્રકાશભાઈ,વિકાસ રાજગોર,મેહુલ રાવલ,લીનાબેન ધારક સહિતના
ઉપસ્થિત રહયા હતા.મસ્કામાં સમાજ રત્ન એવોર્ડ મેળનાર સમાજના પ્રમુખ હિરાલાલ ગોરનુ સમાજના
પ્રતિનિધીમંડળ ધ્વારા સન્માન કરાયુ હતું.સ્વાગત ઉદબોધન અને આભારવિધી કૈલેશ ગોરે કરી
હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે યુવક મંડળના
પ્રમુખ ધર્મેશ મોતા અને મહિલા મંડળના પ્રમુખ વૈભવી ગોર ના માર્ગદર્શન
તળે જ્ઞાતિજનોએ સહકાર આપ્યો હતો.