• બુધવાર, 15 જુલાઈ, 2026

ગુજરાતના માનવ-માનુષની જોડીએ ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી, તા. 14 : ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહ (બન્ને ગુજરાતના)ની જોડી આઇટીટીએફની નવી પુરુષ ડબલ્સ વિશ્વ ક્રમાંકની સૂચિમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. સિનિયર ટેબલ ટેનિસ વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય ખેલાડી કે જોડીનો આ સર્વોચ્ચ વિશ્વ ક્રમાંક છે. માનવ-માનુષની જોડીએ ગત સપ્તાહે જ ત્રીજા ક્રમાંકે પહોંચી ઇતિહાસ સર્જ્યો હતો. હવે એક સ્થાનનો સુધારો કરીને બે નંબર પર આવી ગયા છે. આ પહેલા વર્ષ 2022માં મહિલા ડબલ્સમાં મનિકા બત્રા-અર્ચના કામથ વિશ્વની ચોથી ક્રમાંકિત જોડી બની હતી. જે રેકોર્ડ હવે ગુજરાતના બે ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહે તોડી નાખ્યો છે. તેમના હવે 3390 રેટિંગ પોઇન્ટ છે જ્યારે નંબર વન ચીનની જોડી શીડોંગ અને હૂઆંગના ખાતામાં પ160 અંક છે. ભારતના પૂર્વ અનુભવી ખેલાડી શરથ કમલની મેંટરશિપમાં માનવ-માનવ પાછલા એક વર્ષથી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. માનુષ-માનવની જોડી આગામી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ચંદ્રકના પ્રબળ દાવેદાર છે.  

Panchang

dd