• ગુરુવાર, 16 જુલાઈ, 2026

શીણાપરમાં ડીઝલની તસ્કરી

ભુજ, તા. 15 : લખપત તાલુકાના શીણાપર ગામની સીમમાં આવેલી માઈન્સ કંપનીની ઓરડીમાંથી ડીઝલ ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે. મૂળ બનાસકાંઠાના હાલે વર્માનગરમાં રહેતા દીપકકુમાર શંકરભાઈ પટેલે દયાપર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત તા. 12/7ના રાતે 12થી 2 વાગ્યા દરમ્યાન બે બેરલમાંથી 100 લિટર ડીઝલ કિંમત રૂા. 9800 કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી ગયા હતા. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  

Panchang

dd