• બુધવાર, 15 જુલાઈ, 2026

જાપાન ઓપનમાં સિંધુ બીજા રાઉન્ડમાં પહોંચી

ટોક્યો, તા. 14 : ભારતની અનુભવી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર-70 બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજયી પ્રારંભ સાથે બીજા રાઉન્ડમાં પહોંચી છે. પહેલા રાઉન્ડમાં પીવી સિંધુનો મલેશિયાની ખેલાડી વોંગ લિંગ ચિંગ વિરુદ્ધ 21-4 અને 21-11થી શાનદાર વિજય થયો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ભારતની સ્ટાર જોડી સાત્ત્વિક-ચિરાગને ઇજાને લીધે પહેલા રાઉન્ડની મેચ છોડવી પડી હતી. આથી તેમની જાપાન ઓપનની સફર નિરાશા સાથે સમાપ્ત થઈ હતી. સાત્ત્વિક-ચિરાગ સામે પહેલા રાઉન્ડમાં ડેનમાર્કની જોડી ડેનિયલ લુંડગાર્ડ-મેડસ વેસ્ટગાર્ડ પહેલી ગેમ 21-19થી જીતી આગળ હતા. આ પછી સાત્ત્વિકને ફરી ખભાનું દર્દ શરૂ થયું હતું. આથી ભારતીફ જોડી મેચમાંથી રિટાયર્ડ હર્ટ થઈ હતી. સાત્ત્વિકની ઇજાને લીધે આ જોડી ગત મહિને ઇન્ડોનેશિયા ઓપનનો પણ હિસ્સો બની શકી ન હતી. મિક્સ ડબલ્સમાં ધ્રુવ કપિલા-તનીશા ક્રાસ્ટોની ભારતીય જોડી બીજા રાઉન્ડમાં પહોંચી છે. 

Panchang

dd