• મંગળવાર, 14 જુલાઈ, 2026

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના નવા કોચની રેસમાં રાહુલ દ્રવિડ

નવી દિલ્હી, તા. 13 : ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કોચપદેથી ન્યુઝીલેન્ડના પૂર્વ ખેલાડી બ્રેંડન મેક્કયુલમની વિદાય થઇ છે. આ સાથે બેઝબોલ યુગનો પણ અંત આવ્યો છે. મેક્કયુલમના માર્ગદર્શનમાં ઈંગ્લેન્ડ ટીમ પપ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં 27માં જીત અને 20માં હારનો સામનો કર્યો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ હવે લાલ દડાના ક્રિકેટના નવા કોચની શોધ કરી રહી છે. આ માટે ઇસીબીએ કેટલાક નામ શોર્ટ લિસ્ટ કર્યાં છે. જેમાં ભારતના પૂર્વ દિગ્ગજ બેટધર રાહુલ દ્રવિડ સામેલ છે. જેના કોચપદ હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને ટી-20 વિશ્વ ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના નવા કોચની રેસમાં રાહુલ દ્રવિડ ઉપરાંત ઝિમ્બાબ્વેના એન્ડી ફલાવર, શ્રીલંકાના કુમાર સંગકારા, ઓસ્ટ્રેલિયાના જસ્ટિન લેંગર અને ઈંગ્લેન્ડનો જ પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફિલન્ટોફ સામેલ છે. એન્ડી ફલાવરના કોચિંગમાં આરસીબી ટીમ આઇપીએલમાં ઉપરાઉપરી બે ખિતાબ જીતી છે. લેંગરે લખનઉ સુપર જાયન્ટસ ટીમનું કોચપદ છોડી દીધું છે.

Panchang

dd