• બુધવાર, 15 જુલાઈ, 2026

ગરીબનાથ દાદાના સ્થાનકે પતરી વિધિમાં શ્રીકાર વરસાદના સંકેત મળ્યા

નખત્રાણા, તા. 14 : તાલુકાના ભડલી ગામે આવેલા સિદ્ધિ યોગી ગરીબનાથજી દાદાની તપોભૂમિ સ્થાનકના યાત્રાધામના મંદિરે પ્રતિ વરસે જેઠવદ અમાસના પરંપરાગત યોજાતા પાટોત્સવમાં દ્વિ દિવસીય કાર્યક્રમમાં આગામી ચોમાસામાં વરસાદના વરતારા અંગે પતરી લેવામાં આવી હતી. વર્તમાન ચોમાસું મોડું થશે પણ વરસાદ શ્રીકાર થવાના એધાણ મળ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.  સ્થાનકના મહંત યોગી ગણેશનાથજી ગુરુ સોમનાથજીના સાનિધ્યમાં યોજાયેલ દ્વિ દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે સાંજે મહાઆરતી તથા રામા મંડળ દ્વારા બાબા રામદેવપીરનું વેશભુષા આખ્યાન રજૂ થઈ હતું. દ્વિતિય દિવસે યોજાયેલ હોમહવનમાં ભાવિકો જોડાયા હતા. બપોરે મહાપ્રસાદ, સાંજે મહાઆરતી તથા સાધુ-સંતો મહંતો ભોપાશ્રીઓ તથા ગરીબનાથ દાદાને નમતા ભડલી, થરાવડા, નથરકુઈ, કોટડા, વીંછીયા, રાણારા, વ્યારાસનિ સાત ગામોના ભાવિકભક્તો ઉમટતા નાથ સંપ્રદાય પરંપરાનું સ્થાનક આદેશ આદેશના નારાથી ગાજી ઉઠયું હતું. સંતો, પીરશ્રી યોગી સોમનાથજી યોગી મહેશનાથજી હરિસિંહ દાદા, પેનાભોપા જેશા ભોપા, લાખાભોપા, સંસ્થાના પ્રમુખ આગેવાન કાનજી દાદા કાપડી, ખેતુભા જાડેજા, ઈશ્વરભાઈ પટેલ, રાજેશભાઈ આહીર, દાનાંભાઈ આહીર, રમેશભાઈ આહીર, રમેશભાઈ પટેલ સહિત સેવકો, ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહંત ગણેશનાથજી, જયનાથજી, યોગી બાલકનાથજી, જયદીપનાથજી એ આભાર માન્યો હતો. દ્વિદિવસીય મહોત્સવના મહાપ્રસાદના દાતા બાબુભાઈ કરમશી ભગત (કોટડા જ.) તથા સુરેન્દ્રકુમાર પરસોતમ ભગત હસ્તે રવજી સોમજી છાભૈયા તથા હોમહવનના દાતા સંતોષનાથજી ગુરૂ પીરશ્રી સોમનાથજી રહ્યા હતા. 

Panchang

dd