• બુધવાર, 15 જુલાઈ, 2026

હાજીપીર પોલીસે ભેંસોની ચોરીના ત્રણ આરોપીને ઝડપી ભેદ ઉકેલ્યો

ભુજ, તા. 14 : પશ્ચિમ કચ્છમાં કેટલાક સમયથી ભેંસો સહિત પશુચોરીના બનાવોને લઈને માલધારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી હતી. ગરીબ માલધારીઓ માટે તેમના પશુઓ જ જીવનનિર્વાહનું મુખ્ય સાધન હોવાથી ચોરીની આવી ઘટનાઓ તેમના માટે મોટું આર્થિક નુકસાન સાબિત થાય છે. આવા સંજોગોમાં હાજીપીર પોલીસે ભેંસોની ચોરીનો ભેદ થોડા દિવસોમાં જ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. હાજીપીર પોલીસે ભેંસોની ચોરી કરનારા આરોપી સરમણ નાથા જત, નવાજ સરમણ જત (રહે. બંને નાના લુણા) અને ગફાર ગનીભાઇ વેપારી (રહે. દસાડા-સુરેન્દ્રનગર)ને ચોરાઉ ભેંસો તથા યુટિલિટી સાથે ઝડપી પાડયા છે. આ કામગીરીમાં પીએસઆઇ વી. ડી. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કિશોરાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ પરમાર, હે.કો. દિનેશભાઈ વેલાભાઈ તથા અન્ય સ્ફાટ જોડાયો હતો. 

Panchang

dd