• બુધવાર, 15 જુલાઈ, 2026

મેયરે સેનિટેશન વિભાગની બેઠક બોલાવી કામગીરીની સમીક્ષા કરી

ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ખુલી ગટરોની ચેમ્બરો ઉપર ઢાંકણા ઢાંકવા અને જે ચેમ્બરો ક્ષતિગ્રસ્ત છે તેની તુરંત મરામત કરવા સહિતની કડક સૂચનાઓ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી હતી.  મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીની અધ્યક્ષતામાં સેનેટેશન વિભાગની બેઠક બોલાવવામાં આવી હતી. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, સેનિટેશન ચેરમેન ઘેલાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધુઆ, સંજય આહીર તેમજ તમામ વોર્ડના સુપરવાઇઝરો અને એચએસઆઈ ને મેયર જાહેર સુરક્ષા ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તમામ વોર્ડમાં ખુલ્લી ચેમ્બરો ઉપર તાત્કાલિક ઢાંકણા ઢાંકવા માટે કડક સૂચના આપી હતી આ ઉપરાંત ચેમ્બરોની સફાઈ માટેનો અભિયાન હાથ ધરવું અને જે તૂટેલી ચેમ્બર હોય તેની તાત્કાલિક મરામત કરવાનું કહેવામાં આવ્યું હતું.વરસાદ પહેલા જાહેર હિતમાં આ કામગીરી થઈ જવી જોઈએ તેવી તાકીદ કરવામાં આવી હતી. - કચરાની સફાઈ બાબતે મંથન જરૂરી : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો માં સફાઈના અભાવે ગંદકી ફેલાયેલી છે અમુક માર્ગો ઉપર જ સફાઈ થતી હોવાના આક્ષેપો છે આંતરિક વિસ્તારો માં ગંદગી યથાવત છે મેયર તેમજ સ્ટેન્ડિગ કમિટી અને સેનિટેશન ચેરમેન આ બાબતે ધ્યાન આપે અને એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી સાધન સામગ્રી બાબતે તેમજ જે માનવ બળ હોવું જોઈએ તે છે કે નહીં તે તમામ બાબતોની ચકાસણી જરૂરી છે અને ખાસ કરીને વરસાદ પૂર્વે એજન્સી પાસે સફાઈ કરાવવી અતિ આવશ્યક છે. 

Panchang

dd