ભુજ, તા. 14 : મુંદરાથી માદક પદાર્થ હેરોઇન
10.5 ગ્રામ કિં.રૂા. 2,10,000ના જથ્થા સાથે પંજાબના સતનામસિંઘ
જસપાલસિંઘને એસઓજીએ બાતમીના આધારે ઝડપી લીધો હતો.ગઇકાલે રાત્રે એસઓજીની ટીમ મુંદરા
વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, જી.આઇ.ડી.સી. ખાતે આવેલી ત્રિવેણી આર્કેડ પાસે
સતનામસિંઘ (રહે. મૂળ પંજાબ)એ પોતાની પાસે ડ્રગ્સનો જથ્થો રાખ્યો છે. બાતમીના પગલે જરૂરી
કાર્યવાહી અને પંચોને સાથે રાખી ત્યાં જઇ આરોપી સતમાનસિંઘ જસપાલસિંઘ (રહે. કોટકપુરા,
જિ. ફરીદકોટ, પંજાબ)ને ઝડપી તેની અંગઝડતી લેતાં
તેની પાસેથી માદક પદાર્થ હેરોઇન જથ્થો 10.5 ગ્રામ કિં.રૂા. 2,10,000, એક મોબાઇલ કિં.રૂા. 5000, રોકડા રૂા. 1050 અને ડિજિટલ વજનકાંટો નંગ-1 કિં.રૂા. 200 એમ કુલ રૂા.
2,16,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
હતો. સતપાલસિંઘની પૂછતાછમાં તેણે જણાવ્યું કે, આ હેરોઇન ચાર-પાંચ દિવસ પહેલાં તેના મિત્ર લવપ્રિતસિંઘ (રહે. સંધવાન,
કોટકપુરા, જિ. ફરીદકોટ, પંજાબ)
પાસેથી ખરીદી મુંદરા વેચાણ કરવા લઇ આવ્યાનું જણાવ્યું હતું. મુંદરા પોલીસ મથકે બંને
વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરાયો હતો. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એ.ડી.
પરમાર, પીએસઆઇ ટી.બી. રબારી, એએસઆઇ ચેતનસિંહ
જાડેજા, રજાકભાઇ સોતા, હે.કો. ગોપાલભાઇ
ગઢવી, ભાવેશભાઇ ચૌધરી, કોન્સ. દિનેશભાઇ
ચૌધરી જોડાયા હતા.