ગાંધીધામ, તા. 14 : ગાંધીધામના સાઉથ-નોર્થ સુંદરપુરી, 400 ક્વાર્ટર,12-બી,સી, તેમજ લીલાશાહ નગર,
સોનલનગર, અપનાનગર,શક્તિનગર
સહિતના વિસ્તારોના ઘરના નળમાં દૂષિત જળ આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો મહાનગરપાલિકાની
ગંભીર બેદરકારીના કારણે સુંદરપુરીના પાણીના ટાંકામાં દૂષિત પાણી મિશ્રિત થયું હતું
અને તે સપ્લાય અલગ અલગ વિસ્તારોમાં કરતા લોકોના ઘરમાં દૂષિત પાણી આવ્યું હતું. તાબડતોબ
પાણી વિભાગના જવાબદારો હરકતમાં આવ્યા હતા.લીકેજ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. સુંદરપુરી
પાણીના ટાંકા ઉપર ગંભીર બેદરકારીને કારણે ગોટાળો થયો હતો.જે ટાંકામાંથી અલગ અલગ વિસ્તારોમાં
સપ્લાય કરવામાં આવી હતી તે દૂષિત પાણી હતું પરિણામે લોકોના ઘરના નળમાં દૂષિત જળ પહોંચ્યું
હતું. જવાબદારોનું માનીએ તો અહીં ગટરની લાઈન લીકેજ હતી અને તેનું દૂષિત પાણી મિશ્રિત
થતાં આ સમસ્યા સર્જાઇ હતી જો પાણી દૂષિત હોય તો ઓવરહેડ ટાંકામાંથી સપ્લાય શું કામ કરવામાં
આવી તે સહિતના ગંભીર સવાલો ઊભા થયા છે. ઘરના નળમાં દૂષિત જળ આવતા લોકોના સ્વાસ્થ્ય
સાથે ગંભીર ચેડા થયા છે. બે દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનરે બેઠક દરમિયાન લિકેજો દૂર
કરવાની તાકીદ કરીને ક્લોરીન યુક્ત પાણી આપવાની સૂચના આપી હતી તેમ છતાં અહીં તો ટાંકામાંથી
જ દૂષિત પાણીની સપ્લાય થઈ છે. મામલો ગંભીર છે. પાણી વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા
હતા રામબાગ પાણીના ટાંકાથી સુંદરપુરી પાણીના ટાંકા સુધી લાઈન આવે છે આ લાઈન રસ્તામાં
ગમે ત્યાં લીકેજ થઈ છે અને તેમાં ગટર નું પાણી મિશ્રિત થયું છે એટલે ટાંકા ઉપર જ ગટર
મિશ્રિત પાણી પહોંચી રહ્યું છે અને તે પાણી સપ્લાય થઈ રહ્યું છે પરિણામે લોકોના ઘરના
નળમાં દૂષિત જળ આવ્યું છે લાઈન વર્ષો જૂની છે અને જગ્યાએ ખોદકામ કરીને ચકાસણી કરવામાં
આવી છે નાના મોટા લિકેજો દૂર થયા છે પરંતુ લાઈન ભારત નગર સહિતના વિસ્તારોમાંથી અહીં
પહોંચે છે અને તેમાં ગમે તે જગ્યા ઉપર મોટું લીધે જોવાની આ શંકા છે તેને શોધવા માટે
પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ધંધે લાગ્યા છે આગામી સપ્લાય પહેલા આ લીકેજ દૂર
કરવું જરૂરી છે નહિતર સમસ્યા વધવાનો ખતરો ઊભો થયો છે. - મેઘપર બોરીચીની ગાયત્રી
સોસાયટીમાં પાણી આપવા માંગ : મહાનગરપાલિકા
હેઠળ આવતા મેઘપર બોરી ચીની ગાયત્રી સોસાયટીમાં 15 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે છતાં લોકોને પીવાનું પાણી મળ્યું
નથી સ્થાનિકેથી સમસ્યાનું સમાધાન ન થતા મહિલાઓ મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને નાયબ
મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને રજૂઆત કરી હતી તેમણે વાલ્વ મેન પાસેથી સમસ્યા બાબતે
અવગત થાય હતા. ત્યારબાદ પીવાનું પાણી મળી રહેશે તેવી ખાતરી લોકોને આપવામાં આવી હતી.