રાપર, તા. 14 : નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોને ટેન્ડર મંજુરી
તેમજ વિવિધ વિકાસના કામોનુ આયોજન તથા જુદી જુદી શાખાઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં
આવી હતી. શહેરના વિકાસ માટે પતરાના સેડ, ગટરલાઈન, પાણીની લાઈનના તેમજ રોડ રસ્તાના કામોનાં ટેન્ડરના
ભાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. એપ્રિલથી જુન સુધીનાં ત્રિમાસીક તથા 2025/26નાં વાર્ષિક હિસાબો રજુ કરવામાં
આવ્યા હતાં. શહેરને મળનાર 2026/2027 ની
જુદી જુદી ગ્રાંટોમાંથી વિવિધ વિકાસકામોનુ આયોજન કરી સદસ્યો દ્વારા સુચવેલા કામો તેમજ આવેલ અરજીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
નગરપાલિકામાં મહેકમ મુજબની ખાલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વયનિવૃત થતાં
કર્મચારીઓ નરેન્દ્રાસિંહ જાડેજા અને દેવજીભાઈ મેરીયાનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં
આવી હતી તો બે કર્મચારીઓ જેમલભાઈ મેરિયા અને ગણેશાભાઈ રાઠોડનુ આકસ્મિક અવસાન થતાં બે
મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. પ્રમુખ ચાંદભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં
આયોજિત આ સભામાં જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફીસર અનિરૂધ્ધસિહ ઝાલા, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, દંડક હસુમતિબેન સોની દક્ષાબેન
ગૌસ્વામી, જામાસિંહ (ભીખુભા) સોઢા, ગાયત્રીબેન
ગઢવી, અરાવિંદ માલી, રાણાભાઈ પરમાર, કર્મચારીઓ મહેશભાઈ સુથાર,
દિવ્યરાજાસિંહ જાડેજા, ચંદ્રાસિંહ જાડેજા,
હરદેવાસિંહ રાઠોડ, ધર્મન્દ્રાસિંહ જાડેજા,
બાબુભાઈ કોલી, નિલેશભાઈ ઠકકર વગેરે ઉપસ્થિત રહ્યા
હતાં. સંચાલન આશિષગીરી ગૌસ્વામી અને હેતુભા રાઠોડે તથા આભારવિધિ શાસક પક્ષના નેતા મહાવીરાસિંહ
જાડેજાએ કરી હતી.