મ્યુનિચ, તા.28 : ભારતની 21 વર્ષીય યુવા નિશાનેબાજ ઇશા
સિંહે આઇએસએસએફ વર્લ્ડ કપમાં 2પ મીટર પિસ્તોલ
સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ઇશા સિંહે શાનદાર દેખાવ
કરીને પ0માંથી 43 સચોટ નિશાન લગાવ્યા હતા. આથી તેણીના નામે વિશ્વ વિક્રમ અંકિત
થઇ ગયો હતો. ઇશા સિંહે વિજય સાથે આઇએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલ માટે કવોલીફાય કરી લીધું
છે. જે આ વર્ષે જ રોમમાં રમાશે. 25 મીટર પિસ્તોલની
આ સ્પર્ધામાં જર્મન શૂટર અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ડોરેન વેનેકેમ્પ 38 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહી
હતી જ્યારે બલ્ગેરિયાની ખેલાડી મિરોસ્લાવા મિન્ચેવાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતની
સ્ટાર શૂટર મનુ ભાકર ફાઇનલમાં પહોંચી શકી ન હતી.