ભુજ, તા. 28 : સમગ્ર માનવજાતનાં નેક કાર્યો, સદ્કાર્યો માટે જાન અને માલની કુરબાની આપવા
તત્પર રહેવાના સંદેશ સાથે તેમજ દેશભરમાં કોમી એકતા અને અમન જળવાઈ રહે તેવા સંદેશ સાથે
કચ્છભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. - કચ્છની કોમી એકતાની દુઆ : ભુજની રાજાશાહી વખતની મુખ્ય ઇદગાહ પર ઇદ
નમાજ તથા ખુતબો સૈયદ પીર ઇસ્માઇલશાના ગાદી નસીન સૈયદ ખેરશાબાપુ બુખારીએ પઢાવ્યા હતા, તેમણે પોતાની તકરીરમાં કુરબાની ઇદનું મહત્ત્વ
સમજાવી કચ્છમાં કોમી એકતા કાયમ રહે તેવી દુઆ કરી હતી. ઇદ નમાજની વ્યવસ્થા ઇદગાહ કમિટીના
સભ્ય મુખ્ય ટ્રસ્ટી સૈયદ હાજીહુસેનશા સાજનશા બુખારી, મદદનીશ ટ્રસ્ટી
સૈયદ લતીફશા હાજીશા બુખારી, કમિટી તથા પેટા કમિટીના સભ્યો અબ્દુલશકુર
પલેજા, સૈયદ મુસ્તફા, સૈયદ અબ્દુલરજાક,
ઈમરાન માંજોઠી, અલીમામદ જત, ફકીરમામદ કુંભાર, અબ્દુલ શેખ, અનવર
નોડે, કાસમ સમા, સૈયદ સાજનશા ખેરશા બુખારી,
સૈયદ મુસ્તાકશા બુખારી, સૈયદ ગુલામ મુસ્તુફા બુખારી,
હાજી ફજલ હાજી જમાદાર, અલીમામદ જત, અબ્દુલ ઉમર શેખ, ઈમરાનભાઈએ કરી હતી, ઇદ નમાજમાં મોટા સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સામેલ થયા હતા. - અલીફ મસ્જિદ : ભુજની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે
આવેલી અલીફ મસ્જિદમાં ઈદુલ ફિત્રની નમાજ અને ખુતબો મૌલાના કમરુદ્દીન હિજાજીએ પઢાવ્યા
હતા. વ્યવસ્થા મુતવલી સલીમબાપુ કાદરી, ચિશ્તી સિરાજ હાજી અયુબ, હાજી ગફુર સમા, તૌસિફ ગની, ઈજાજ અહેમદ, સુહાન સમા,
યાકુબ લુહાર, ગની લુહાર, અમીર હુશેન, ડાડાભાઈ વગેરેએ સંભાળી હતી. - નૂરી મસ્જિદ-ગાંધીધામ : ગાંધીધામની
નૂરી મસ્જિદ ખાતે મૌલાના અબ્દુલ શકુરે નમાજ અદા કરાવી દેશની પ્રગતિ થાય, ભાઈચારો રહે અને આપણો દેશ સુરક્ષિત રહે,
વિશ્વમાં નામના મેળવે, દેશમાં કોઈ આફત ન આવે તેવી
દુઆ પરવરદિગાર પાસે કરવામાં આવી હતી. આ વેળાએ શકુર માંજોઠી, અબ્દુલખાન
પઠાણ, હાજી ગની માંજોઠી, હાજી અલી સોઢા,
ફિરોઝખાન પઠાણ, ઈસ્લામુદિનભાઈ, સાલેમામદ માંજોઠી, શના ઉલ્લાહ, બારાભાઈ વગેરે અગ્રણીઓ તથા મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા. - તયબાહ મસ્જિદ - ઈદની ઉજવણી
: શહેરના સુંદરપુરીમાં મસ્જિદે તયબાહ ખાતે
મૌલાના અબ્દુલ માંજોઠીએ મોહમ્મદ પયગંબર હઝરત ઈબ્રાહીમ અલય સલામે અલ્લાના રાહમાં પોતાના
દીકરાની કુરબાની કરવા તૈયાર થયા અને અલ્લાહે રાજી થઈ દીકરાની જગ્યાએ હુંબો રાખેલ તે
બાબતે પ્રકાશ પાડયો હતો. તેમણે આ પ્રસંગે દેશમાં અમન, શાંતિ, એકતા, દેશની પ્રગતિ માટે દુઆ કરી હતી. ગરીબ, અનાથ, વિધવા બહેનોને મદદ કરવી, તેમને ઈદની ખુશીમાં સામેલ કરવા
તેવું મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું. આ વેળાએ લતીફ માંજોઠી,
સલીમ રાયમા, જુમા સમા, રફીકભાઈ,
હુશેન અગરિયા, અબ્દુલ માંજોઠી, સલીમ હુશેન સૈયદ, શબ્બીર રાયમા, નિઝામ માંજોઠી, નજીર રાયમા, સદામ
હિંગોરજા, મકબુલ પલેજા વિગેરે અગ્રણીઓ સહિત મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત
રહ્યા હતા. શહેર સંકુલના કિડાણા, ખારીરોહર, પડાણા વગેરે જગ્યાઓ પર મસ્જિદમાં પણ નમાજ અદા કરવામાં આવી હતી. - અંજાર ખાતે કોમી એકતા અને ભાઈચારા
સાથે ઉજવણી : ઈદ ઉલ અઝહા (બકરી ઇદ)ની અંજાર ખાતે કોમી એકતા અને ભાઈચારા સાથે હર્ષે ઉલ્લાસથી
ઉજવણી કરાઈ હતી. ઐતિહાસિક સુમરા મસ્જિદમાં સૈયદ ફરહાન બાપુજાફરશા બાવા દ્વારા ઈદની
નમાજ અદા કરાવાઇ હતી. આ સમયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સમાજના આગેવાન સૈયદ અનવરશા
બાવાએ કોમી એકતાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે,
મુસ્લિમ સમાજ હંમેશાં હમવતન ભાઈઓ સાથે પ્રેમ અને ભાઈચારા સાથે અમન અને
શાંતિપૂર્ણ રીતે રહે છે, ત્યારે મુસ્લિમ સમાજ વધુ મજબૂતી સાથે
વતનની મહોબત તેમજ હમવતન ભાઈઓ સાથે ભાઈચારો અને મહોબતનો પૈગામ આગળ વધારવા અપીલ કરી હતી.
ઈદની ખુશીના પ્રસંગ દરેક ધર્મ - જાનિના ભેદભાવ વગર યતીમો, વિધવાઓ,
મજલૂમો, ગરીબો, લાચારો અને
જરૂરતમંદો પ્રત્યે હમદર્દી અને મદદની અપીલ કરી હતી. દેશમાં અમન - શાંતિ અને ભાઈચારા
સાથે દેશની ઉન્નતિ માટે અલ્લાહની બારગાહમાં વિશેષ દુઆ અરજ કરી હતી. તુરિયા મસ્જિદ ખાતે
ઇદ ઉલ અઝહાની નમાજ મૌલાના ઇબ્રાહીમ સમા દ્વારા પઢાવવામાં આવી હતી. રાયમા યૂથ સર્કલ
ટ્રસ્ટ અંજારના પ્રમુખ સલીમ રાયમાએ સર્વે દેશવાસીઓને ઇદની મુબારકબાદી પાઠવી હતી. જમીઅત
ઉલમા-એ-હિન્દના જનરલ સેક્રેટરી નૂરમોહમદ રાયમા મુતવલી હાજી તુરિયા, મનસુર તુરિયા, મામદ ઝરિયા ઇમ્તિયાઝ બાયડ - એડવોકેટ,
ડો. એમ.જે. નોડે, ઇસ્માઇલ રાયમા બાબુકાકા,
સુલેમાનભાઈ બાયડ, ઓસમાણ રાયમા, મ. હુશેન રાયમા, સોકત નોડે, હમજા
રાયમા, ઇમ્યિયાઝ રાયમા, અમજદ રાયમા,
રફિક રાયમા, રમજુભાઈ નોડે, હાજી કાસમ બાયડ તથા સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ નમાજ અદા કરવામાં આવી
હતી. - માંડવીમાં ઈદ નિમિત્તે જુલૂસ
નીકળ્યું : ઈદ-ઉલ-અઝહા પર્વે આ બંદરીય શહેરમાં કચ્છ અન્જુમને ઈસ્લામ આયોજિત
સંસ્થાના પ્રમુખ સાજીદભાઈ એમ. માણેકના અધ્યક્ષસ્થાનેથી જુલૂસને પ્રસ્થાન કરાવાયા બાદ
ઈદગાહ ખાતે બહોળી સંખ્યામાં સામેલ બિરાદરોને સૈયદ રીઝવાનશા હાજી કાસમશા બાવા સાહેબે
નમાજ અદા કરાવી ખુતબો પેશ કર્યો હતો. આ અવસરે ફરઝંદે મુફતી સૈયદ હાજી અમીનશા હાજી અહમદશા
બાવા સાહેબે તકરીરમાં ઈસ્લામના ઉસૂલોનો આવિસ્કાર કરીને અલ્લાહની રઝામંદીની ખાતર અલ્લાહની
બારગાહમાં પયગંબર હઝરત ઈબ્રાહીમ અ. સલામનો અમલ પોતાના ફરઝંદ હઝરત ઈસ્માઈલ અ. સલામને
કુરબાન કર્યો અને જે અમલ અલ્લાહને પસંદ આવ્યો તેની યાદમાં દુનિયા આલમે ઈસ્લામમાં કુરબાની
વાજિબ કરવામાં આવી એવા સંદેશ-બોધ સાથે કુરબાની ઈદનું મહત્ત્વ સમજાવ્યું હતું.
સૈયદ હાજી અમીનશા બાવાનો શાલ વડે સત્કાર હાજી બરકલઅલી ફકીરમામદ
મસાલાવાળાએ, રીઝવાનશા બાવાનો સત્કાર
સેક્રેટરી જુસબભાઈ તુરિયાએ, જ્યારે સૈયદ હાજી કાસમશા હાજી અહમદશાનું
સન્માન નિઝામુદ્દીન એન. હકીમે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સૈયદ ઈમામશા બાવા
(ઈગલ સાઉન્ડ)એ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા ખત્રી અ. કાદર મ. હુશેન, મોહસીન સોતા, દાઉદ ચાકી, અનવર કુરેશી,
સોએબ મેમણ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. - ઈસ્લામના સિદ્ધાંતો મુજબ જીવન
જીવવા અપીલ : મુંદરા શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં
ઈદ ઉલ અઝહાનો પવિત્ર તહેવાર ભારે આનંદ, ઉત્સાહ અને ભાઈચારા સાથે ઊજવાયો હતો. શહેરની વિવિધ મસ્જિદો તેમજ મુખ્ય ઈદગાહ
ખાતે મોટી સંખ્યામાં નમાજીઓ ઊમટી પડયા હતા. ઉમરશા બાપુની ઈદગાહ વાડી ખાતે ઈદની વિશેષ
નમાજ અદા કરવામાં આવી હતી. ઈદ નમાજ મૌલાના અબ્દુલ રસીદે અદા કરાવી હતી. નમાજ બાદ મુસ્લિમ
બિરાદરોએ એકબીજાને ગળે મળી `ઈદ મુબારક' પાઠવી
હતી. પરસ્પર સૌહાર્દ વધારવા અને ઇસ્લામના સિદ્ધાંતો મુજબ જીવન જીવવા માટે અપીલ કરી
હતી. આ પ્રસંગે મૌલાના કારી અનવર જત, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ
હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જત, ઇમરાન જત, હનીફ જત, ફારૂક જત, રહીશ ધોબી,
ગુલામ દસ્તગીર ખત્રી, યાસર ખત્રી, ઈબ્રાહીમ જત, મુનીર ખત્રી, હાજી
અઝીઝ ખત્રી, ડો. હાસમ ખત્રી, કારવાને મુસ્તફાના
હમીદ ખત્રી, સિરાજ મલેક, કાસમ ખલીફા,
સદ્દામ જત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. - મોટી વિરાણીમાં બકરી ઈદ ઊજવાઇ
: નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ખાતે ઈદગાહ
પર મૌલાના ઈબ્રાહીમે ઈદ નમાજ પઢાવી હતી. મૌલાના સૈયદ સાદાતના સન્માન કરવામાં આવ્યા
હતા. મોટી વિરાણી મુસ્લિમ જમાતના મુતવલીઓ હાજી દાઉદ ચાકી, ધુલાભાઈ કુંભાર, પ્રમુખ
અદ્રેમાન ચાકી, ઉપપ્રમુખ
રમજાન કુંભાર, મહામંત્રી ઉમર ખત્રી, અદ્રેમાન
સમેજા, ઉમર ખલિફા, ઈમ્તિયાઝ બાવા,
અલીમામદ ખલિફા, જાકબ સાટી, શબ્બીર લંગા, બાબુ લોહાર વગેરેએ એકમેકને ઈદ મુબારક પાઠવી
હતી. સંચાલન હાજી નૂરમામદ ખત્રીએ કર્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,
રામમંદિરના મહંત સુરેશદાસજી બાપુ, નગરપાલિકા મેયર
વસંતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, કાઉન્સિલર ગાવિંદભાઈ બળિયા તેમજ કાનજી બળિયાએ ઇદની શુભેચ્છા પાઠવી હતી. - દેશની પ્રગતિ માટે દુઆ કરાઈ : સામત્રા ગામે મૌલાના ઇસ્માઇલ નોઅમાની (પેશ ઇમામ સામત્રા)એ નમાજ
અદા કરાવી હતી અને સૈયદ હાજી અબ્દુલા શાહ બાવા અને સૈયદ મોહમ્મદ લેન્સબાપુ અને ગ્રામજનોએ
હાજરી આપી દેશની પ્રગતિ માટે દુઆ કરી હતી. - લખપતમાં ઈદની ઉજવણી : લખપત તાલુકાના પીપર ગામે ઈદ નિમિત્તે મૌલાના હાજી આરબ (દયાપર)એ
નમાજ અદા રકાવી હતી. આ તકે અબ્દુલછા બાપુમિયા સૈયદ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. - ભચાઉમાં ઉત્સાહભેર ઉજવણી : ભચાઉમાં મુખ્ય ઉદગાહ ખાતે ઈદ ઉલ અઝાહની
નમાજ અદા કરવામાં આવી હતી તથા તાજેતરમાં બનેલી જામ દાતાર ઇદગાહ ખાતે પણ નમાજ અદા કરાઈ
હતી, જેમાં ઈદ નમાજ અને ખુતબો પઢાવવામાં આવ્યા હતા.
ભચાઉ શહેર અને આસપાસના હજારો મુસ્લિમ બિરાદરોએ ઇદ નમાજ અદા કરી હતી અને એકબીજાને ગળે
મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તમામ વ્યવસ્થા ભચાઉ સુન્ની મુસ્લિમ સમાજ
દ્વારા સંભાળવામાં આવી હતી - નલિયામાં સામૂહિક નમાજ અને
શુભેચ્છાઓની આપ-લે : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ
ઇદગાહ પર બકરી ઇદ નિમિત્તે સામૂહિક નમાજનું આયોજન કરાયું હતું. મુસ્લિમ સમુદાય દ્વારા
બકરી ઇદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા મુખ્ય મથકે સૌએ એકબીજાને ઇદની શુભેચ્છાઓ
પાઠવી હતી, જેનાથી ભાઈચારાનો માહોલ
છવાઈ ગયો હતો. આ પ્રસંગે, તાલુકાના જખૌ અને કોઠારા સહિતનાં અન્ય
ગામોમાં પણ ઇદની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. - વાયોર પંથકમાં ઈદની ઉજવણી : વાયોર-અબડાસા
તાલુકાના ગરડા પંથકના વાયોર, ઉકીર,
વાગોઠ, વાઘાપદ્ધર, વલસરા,
ખારઈ, ચરોપડી મોટી, કેરવાંઢ, કોષા,
થુમડી, બેર મોટી-નાની, નવાવાસ,
વાલાવારી વાંઢ, ભગોડીવાંઢ, ગોલાય, રોહારો, હોથિયાય,
મોહાડી, ભારાવાંઢ, નીમણીવાંઢ
જેવાં ગામોમાં બકરી ઈદ નમાજ અદા કરી હતી અને દેશમાં અમન-શાંતિ, ભાઈચારો, એકતા કાયમ રહે તેવી દુઆઓ કરી હતી. - તેરામાં ઈદ નમાજ અદા કરાઈ : અબડાસા તાલુકાના તેરા ગામે ઈદ ઉલ અઝહાની
નમાજ અને ખુતબો મૌલાના કેર અબ્દુલ કરીમે અદા કરાવ્યા હતા. આ તકે નિઝામુદ્દીન બાવા, સિધિક ખત્રી, મામદ લોધરા,
મુસા કુંભાર (માજી સરપંચ), આદમ મુસા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - દહીંસરામાં ઈદ ઊજવાઈ : ભુજ તાલુકાના દહીંસરા ગામે કોમી એકતાના
પ્રતીક હારૂનશા વલીની દરગાહે મૌલાના મોહમદ સફી બાવા સાથે ગામના મુસ્લિમ બિરાદરો જોડાયા
હતા. આ તકે ગામના હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. - ભુજ તાલુકાનાં ગામોમાં શાંતિપૂર્ણ
માહોલમાં નમાજ અદા : ભુજ તાલુકાના કોટડા ચકાર, રેહા, જાંબુડી સહિતના
કુકમા, લેર, રેલડી અને સૈયદપર ગામોમાં ઈદ
ઉલ અઝહાની નમાજ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ માહોલમાં અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ
મોટી સંખ્યામાં હાજરી આપી અલ્લાહ પાસે અમન-શાંતિ, ભાઈચારો અને
દેશની સુખાકારી માટે ખાસ દુઆઓ માગી હતી. કુકમા
ખાતે નવી મસ્જિદમાં પેશ ઈમામ મૌલાના અબ્દુલકાદીર દ્વારા ઈદની નમાજ પઢાવવામાં આવી હતી,
જ્યારે જૂની મસ્જિદમાં મૌલાના આલમ દ્વારા નમાજ અદા કરાવવામાં આવી હતી.
નમાજ બાદ સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રમુખ મિયાજી સતાર હાજી હુસેન,
કુકમા જમાતના મુતવલી ઉમર સુલેમાન કકલ, હાજી હુસેન
અયુબ કુંભાર, રફીક એફ. ચાકી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા. - ઈદ ઉલ અઝહાની
માનસ મહોબત સાથે ઉજવણી કરવા અપીલ : કચ્છની કોમી એકતાના પ્રતીક
અને સેવાભાવી દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુ (અધ્યક્ષ, કચ્છ જિલ્લા વકફ સુરક્ષા સમિતિ)એ ઈદ નિમિત્તે
શુભેચ્છાઓ પાઠવી કચ્છ અને સમગ્ર ભારતવાસીઓ માટે દુઆ કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે, ઈદ ઉલ અઝહા જેનો મુખ્ય ઉદ્દેશ સત્યતા માટે દરેક
પ્રકારની કુરબાની-બલિદાન આપવાનો છે. દરેક માનવીએ પોતાની વાસનાઓ, મોહ-માયાજાળથી મુક્તિ આપવી, પોતાના દેશનાં રક્ષણ માટે
જાગૃત રહી સમગ્ર માનવજાતનાં દરેક નેક કાર્યો, સદ્કાર્યો માટે
જાન અને માલની કુરબાની આપવા તત્પર રહેવું એ જ આ ઈદ ઉલ અઝહાનો સંદેશ છે.