• શુક્રવાર, 29 મે, 2026

સિંધુ, લક્ષ્ય અને સાત્વિક-ચિરાગ સિંગાપોર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

સિંગાપોર, તા.28 : ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને સિંગાપોર ઓપન સુપર-70 ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન અને ડબલ્સમાં સાત્વિક-ચિરાગ પણ અંતિમ-8 રાઉન્ડમાં પ્રવેશ્યા છે.  મહિલા સિંગલ્સના પ્રી. કવાર્ટર મેચમાં પીવી સિંધુનો ફકત 37 મિનિટમાં જાપાની ખેલાડી રિકો ગુંજી સામે 21-9 અને 21-12થી વિજય થયો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુની ટકકર કોરિયાની ટોચની ખેલાડી આન સી યાંગ વિરુદ્ધ થશે. મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગનો ચીની તાઇપેની જોડી સામે રસાકસી બાદ 21-1, 11-21 અને 21-18થી વિજય થયો હતો જ્યારે લક્ષ્ય સેન સામે કે. વિતિસાને રિટાયર્ડ હર્ટ આઉટ થયો હતો. આથી લક્ષ્ય પણ કવાર્ટરમાં પહોંચી ગયો છે. 

Panchang

dd