નવી દિલ્હી, તા.28 : ભારતીય કુસ્તી
સંઘ અને મહિલા પહેલવાન વિનેશ ફોગાટ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો
છે. દિલ્હી હાઇકોર્ટના એક ફેંસલા વિરૂધ્ધ કુસ્તી સંઘ દેશની સર્વોચ્ચ અદાલત પહોંચી છે.
હાઇકોર્ટે 22 મેના રોજ આપેલ આદેશમાં વિનેશ
ફોગાટને એશિયન ગેમ્સ-2026ના સિલેકશન
ટ્રાયલમાં સામેલ થવાની મંજૂરી આપી હતી. હવે આ મામલે સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી
થશે. જેની અધ્યક્ષતા જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોક અરાધેની બેંચ કરશે. અગાઉ દિલ્હી
હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે મહિલા ખેલાડી વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ-2026ની પસંદગી સ્પર્ધામાં ભાગ લઇ
શકશે અને કુસ્તી સંઘે સમગ્ર સ્પર્ધાનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓને હાજરીમાં આ પસંદગી
સ્પર્ધામાં રમાડવામાં આવે. હવે આ મામલે ભારતીય કુસ્તી સંઘે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી
છે.