મુંબઈ, તા. 29 : આઈપીએલ - 2026ની બીજી જ મેચથી ફટાફટ ક્રિકેટનો
રોમાંચ છવાયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવી મુંબઈ ઈન્ડિયન્સે 13 વર્ષે પહેલી મેચમાં હાર મળવાના
મેણાંને ભાંગવની સાથે પ્રથમ વખત જ 221ના વિજયી લક્ષ્યને આંબી પ્રશંસકોને ખુશખુશાલ કર્યા છે. કોલકતા
નાઈટ રાઈડર્સે 220 રન બનાવ્યા બાદ મુંબઈએ 20મી ઓવરના પહેલા જ દડે ચાર વિકેટે 224 રન સાથે જીત સાથે આરંભ કર્યો
હતો. વાનખેડે સ્ટેડિયનમા 221 રનના વિશાળ
લક્ષ્યને આંબવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. બંને ઓપનર સ્યાન
રિકલટન અને રોહિત શર્માએ કોલકાતાના બોલરોને હંફાવતાં સ્કોરબોર્ડ ઘુમાવ્યું હતું. રોહીતે
માત્ર 38 દડામાં છ ચોગ્ગા-છ છગ્ગા સાથે
78 રન બનાવી પ્રશંસકોને ખુશ અને
ટીકાકારોને ચુપ કર્યા હતા કિલટને 43 દડામા\ં 4 ચોગ્ગા,
8 છગ્ગા સાથે 81 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર
યાદવ 16 અને તિલક વર્મા 20રને આઉટ થયા હતા. કપ્તાન હાર્દિક પંડયા
18 અને નમન ધીરે અણનમ પાંચ રન
સાથે ટીમને વિજયી લક્ષ્ય સુધી પહોંચાડી હતી. કોલકતા વતી વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને સુનીલ નારાિયણે 1-1-1 વિકેટ ઝડપી હતી. અનુભવી બેટર
અજિંકયા રહાણેની 67 રનની કેપ્ટન
ઇનિંગ અને યુવા અગ્નિકૃષ રઘુવંશીની ઝડપી અર્ધસદીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સ સામે કોલકતા
નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 4 વિકેટે 220 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેકેઆર કેપ્ટન રહાણેએ આક્રમક અંદાજમાં
બેટિંગ કરીને 40 દડામાં 3 ચોગ્ગા-પ છગ્ગાથી 67 રનની આતશી ઇનિંગ રમી હતી. તેના
અને ફિન એલન વચ્ચે પહેલી વિકેટમાં ફકત 32 દડામાં 69 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. આ દરમિયાન એમઆઇના તમામ બોલર્સ ધોવાયા હતા. એલને 17 દડામાં 6 ચોગ્ગા-2 ચોગ્ગાથી આક્રમક 37 રન કર્યાં હતા. પાવર પ્લેમાં કેકેઆર ટીમે 1 વિકેટે 78 રન કરી એમઆઇના બોલર્સને દબાણમાં લાવી દીધા હતા. 24 કરોડનો કેમરૂન ગ્રીન 10 દડામાં 18 રને આઉટ થયો હતો. જયારે રઘુવંશીએ
પાવર હિટિંગ કરી 29 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાથી પ1 રનની આકર્ષક ઈનિંગ રમી હતી. રિંકુ સિંહ ફિનિશર બન્યો હતો. તે 21 દડામાં 4 ચોગ્ગાથી 33 રને નોટઆઉટ રહ્યો હતો. તેના
અને રઘુવંશી વચ્ચે ચોથી વિકેટમાં 30 દડામાં 60 રનની ભાગીદારી
થઇ હતી. આથી કેકેઆરના 4 વિકેટે 220 રન થયા હતા. મુંબઇના કપ્તાન
હાર્દિકને ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય મોંઘો પડયો હતો. શાર્દુલ ઠાકુરને 39 રનમાં 3 વિકેટ મળી હતી. મુંબઇ ટીમની ખાસ વાત એ રહી
હતી કે સૂર્યકુમાર ઇલેવનમાં સામેલ ન હતો. તે ઇમ્પેકટ પ્લેયર હતો.