નવી દિલ્હી, તા. 29 : રશિયા-યુક્રેન
યુદ્ધ હવે એક નવાં વળાંકે પહોંચી રહ્યું છે. જેમાં યુક્રેન રશિયાની સૌથી મોટી તાકાત
તેની ઊર્જા ઇન્ડસ્ટ્રીઝને સીધી નિશાન બનાવી રહ્યું છે. છેલ્લા અમુક દિવસમાં જ યુક્રેને
રશિયાની ઘણી ઓઇલ રિફાઇનરી અને એક્સપોર્ટ ટર્મિનલ્સ ઉપર તાબડતોડ ડ્રોન હુમલા કર્યા છે.
જેનાથી મોસ્કોની આર્થિક સ્થિતિ ઉપર દબાણ વધવું નિશ્ચિત છે. યુક્રેની સેના અનુસાર છેલ્લા
એક અઠવાડિયામાં જ ઘણા મોટા હુમલા કરવામાં આવ્યા છે. આ રણનીતિનો હેતુ રશિયાની આવકને
કમજોર કરવાનો છે. જેનાથી રશિયાની યુદ્ધની ક્ષમતા ઉપર અસર પડી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ
ઝેલેન્સ્કીના કહેવા પ્રમાણે લોંગ રેન્જ ડ્રોન હવે પહેલાથી વધારે પ્રભાવી ગયા છે. તેમણે
દાવો કર્યો હતો કે મહિનામાં રશિયાના ઊર્જા માળખા ઉપર ઓછામાં ઓછા 10 મોટા હુમલા કર્યા છે. જેમાં
અમુક હુમલા રશિયાની ઘણે અંદર સુધી થયા છે. નવો હુમલો રશિયાના યારોસ્લાવ ક્ષેત્રની મોટી
તેલ રિફાઈનરી ઉપર થયો હતો. જ્યાં ડ્રોન પ્રહાર બાદ આગ લાગી હતી. જો કે સ્થાનિક ગવર્નરે
કહ્યું હતું કે 30થી વધારે
ડ્રોન અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાલ્ટિક સાગરના કિનારે સ્થિત ઉસ્ત
લુગા ઓઇલ ટર્મિનલ ઉપર પણ બે વખત હુમલા થયા હતા. જેમાં તેલ લોડિંગ સ્ટેશન અને સ્ટોરેજ
ટેન્કને નુકસાન પહોંચ્યું હતું.