નવી દિલ્હી, તા. 29 : એપ્રિલ મહિનાથી નવો આવકવેરા કાયદો લાગુ થઈ જશે. જેમાં વેતનનાં માળખાંથી
લઈને ટેક્સ ડિડક્શન સંબંધી નિયમોમાં બદલાવ થશે. આ સાથે રિટર્ન ફાઈલ કરવા માટેના અસેસમેન્ટ
યર અને ફાઈનાન્શિયલ યરને ખતમ કરીને માત્ર ટેક્સ યર કરવામાં આવ્યું છે. આ બદલાવ પાછળ
સરકારનો હેતુ વધારે જટિલ બની ચુકેલી ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે. - એચઆરએ અને સેલેરીમાં બદલાવ
: વેતન મેળવતા કર્મચારીઓ માટે મકાન ભાડા ભથ્થું
ટેક્સ બચાવવાના ખાસ સાધનમાંથી એક માનવામાં
આવે છે જો કે નવી વ્યવસ્થા હેઠળ બદલાવ કરવામાં આવ્યો છે. બેંગલોર, પુણે, હૈદરાબાદ અને અમદાવાદ
જેવા શહેરોને હવે 50 ટકા એચઆરએ
છૂટનો લાભ મળશે.જ્યારે દિલ્હી એનસીઆરને 40 ટકા છૂટનો લાભ મળશે. - ભથ્થામાં મોટી ટેક્સ છૂટ : સૌથી મોટા બદલાવમાંથી એક બાળકો સંબંધિત
ખર્ચામાં અપાતી છૂટમાં વધારો છે. બાળકોની એજ્યુકેશન અલાઉન્સ એમાઉન્ટ વધારીને 3000 રૂપિયા પ્રતિમાસ અને પ્રતિ
બાળક કરવામાં આવી છે. જે પહેલા 100 રૂપિયા હતી.
આવી જ રીતે હોટલ અલાઉન્સ પણ વધારીને 9000 રૂપિયા પ્રતિમાસ પ્રતિ બાળક કરવામાં આવી છે. પહેલા આ રકમ 300 રૂપિયા હતી. - સરળ ટેક્સ સિસ્ટમ : નવા કાયદા
હેઠળ સંરચનાત્મક બદલાવમાં ફાઈનાન્શિયલ યર અને અસેસમેન્ટ યરને એક જ ટેકસ યરમાં બદલી
નાખવામાં આવ્યા છે. જેનાથી એપ્રિલથી માર્ચ સુધીના 12 મહિનાના ગાળાને માન્ય રાખવામાં આવશે. આ બદલાવથી ટેક્સ ફાઈલ કરવો
સરળ બની જશે. - ટેક્સ સ્લેબમાં બદલાવ નહી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026ની સ્પીચમાં એલાન કર્યું હતું
કે આવકવેરા અધિનિયમ 2025 1 એપ્રિલ,2026થી લાગુ થશે.
જો કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે નહી. નવા કાયદા હેઠળ 2025-26ના ટેક્સ સ્લેબને ફાઈનાન્શિયલ
યર 2026-27માં કમાયેલી આવક ઉપર લાગુ થશે.
- નિયમોના પાલનમાં સરળતા : નવા નિયમોમાંથી
અમુક અનુપાલન જરૂરીયાતમાં ઢીલ આપવામાં આવી છે. વાહન ખરીદી અને રોકડ જમા જેવી લેવડદેવડમાં
અનિવાર્ય પાન નંબર બતાવવાની સીમા વધારવામાં આવી છે. જેનાથી નાની લેવડદેવડનો બોજ ઘટી
ગયો છે. સાથે કેપિટલ માર્કેટમાં નિયામક દેખરેખ મજબૂત બનાવવામાં આવી છે.