• સોમવાર, 30 માર્ચ, 2026

મનોવૈજ્ઞાનિક તકલીફોના લીધે યુવાવર્ગ અભ્યાસમાં પૂર્ણ ધ્યાન દેવામાં અસક્ષમ

ભુજ, તા. 29 : ગવર્નમેન્ટ એન્જિનીયરિંગ કોલેજ ભુજના વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા અને ડિજિટલ ડિટોક્ષ પર સાયકોલોજિકલ પરામર્શ પૂરો પડાયો હતો. વન-ટુ-વન પરામર્શમાં 28 છાત્ર જોડાયા હતા અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, એનઝાયટી મેનેજમેન્ટ તથા ડિપ્રેશન મેનેજમેન્ટની એડવાન્સ્ડ ટેકનિકથી વાકેફ થયા હતા. કાઉન્સેલિંગની સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોષીએ સેવા આપી હતી તેમ ડો. જી. જે. ઝાલા (પ્રિન્સિપાલ) દ્વારા જણાવવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં ડો. જોશીએ જણાવ્યું હતું કે, આજનો યુવાવર્ગ વ્યાપક પ્રમાણમાં તનાવ-સ્ટ્રેસ, વિજાતીય આકર્ષણ તથા મનોવૈજ્ઞાનિક તકલીફોનો ભોગ બન્યો છે. ડો. જોષી દ્વારા જણાવવામાં આવ્યું કે, સામાન્ય વ્યક્તિ દ્વારા ડિજિટલ ડિટોક્ષની આદત કેળવવી પડશે. મનોવૈજ્ઞાનિક તકલીફોને કારણે યુવાવર્ગ અભ્યાસમાં પૂર્ણ ધ્યાન આપી શકતો નથી તથા તેમનો સર્વાંગી વિકાસ થઇ શકતો નથી. આ લક્ષણો કઇ રીતે ઓછા કરવા તે વિશે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન અપાયું હતું. કોલેજ સંકુલ દ્વારા ડો. ગૌરાંગ જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું. વાલીઓ પાસેથી પ્રતિભાવ લેતાં તેમણે આયોજનને બિરદાવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન પ્રો. એમ. બી. ઝાલાએ ઉમેર્યું હતું કે, હવેથી દર રવિવારે કોલેજના સ્ટુડન્ટ માટે સાયકોલોજિકલ પરામર્શ યોજી વિદ્યાર્થીઓના સર્વાંગિક માનસિક વિકાસ પર ભાર મુકાશે. 

Panchang

dd