• બુધવાર, 16 જુલાઈ, 2025

પૃથ્વી શો મુંબઇ છોડી હવે મહારાષ્ટ્ર ટીમ તરફથી રમશે

મુંબઇ, તા. 8 : ટીમ ઇન્ડિયાની બહાર થઇ જનાર પૃથ્વી શો હવે ઘરેલુ ક્રિકેટમાં મુંબઇના બદલે મહારાષ્ટ્ર ટીમ તરફથી રમશે. પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા કહ્યંy છે કે મહારાષ્ટ્ર ટીમ સાથે જોડાવાથી મારી ક્રિકેટ કારકિર્દીનો વિકાસ થશે. મુંબઇ તરફથી વર્ષો સુધી મળેલ સમર્થનનો આભારી છું. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘના અધ્યક્ષ રોહિત પવારે કહ્યંy પૃથ્વી શો અનુભવી ખેલાડી છે. તેના આગમનથી મહારાષ્ટ્ર ટીમને ફાયદો થશે. પૃથ્વી નવી સીઝનમાં ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં મહારાષ્ટ્ર તરફથી પદાર્પણ કરશે. પૃથ્વી શોએ પ8 પ્રથમ શ્રેણી મેચમાં 46.02ની સરેરાશથી 4પપ6 રન બનાવ્યા છે. પાછલી રણજી ટ્રોફી સીઝનમાં ફિટનેસ સમસ્યા અને શિસ્તભંગ સબબ તેને મુંબઇ ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો.

Panchang

dd