વેલિંગ્ટન, તા. 8 : ઝિમ્બાબ્વે વિરુદ્ધ 30 જુલાઇથી 11 ઓગસ્ટ
દરમિયાન રમાનાર બે ટેસ્ટ મેચની શ્રેણીની ન્યુઝીલેન્ડ ટીમ જાહેર થઇ છે. આ શ્રેણીમાં
કેન વિલિયમ્સનને વિશ્રામ અપાયો છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો નથી.
મેટ ફિશરને કિવિઝ ટેસ્ટ ટીમમાં પહેલીવાર જગ્યા મળી છે. ન્યુઝીલેન્ડ ટીમ : ટોમ લાથમ
(કેપ્ટન), ટોમ બ્લંડેલ, ડવેન કોન્વે, જેકોબ ડફી, મેટ ફિશર, મેટ હેનરી,
ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, વિલ ઓરૂકે, એઝાઝ પટેલ, ગ્લેન ફિલિપ,
રચિન રવીન્દ્ર, મિચેલ સેંટનર, નાથન સ્મિથ અને વિલ યંગ.