કોલકાતા, તા. 20 (પીટીઆઈ) : કોલકાતા નાઈટ રાઈડર્સની
6 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ
ગુવાહાટી ખસેડવામાં આવશે. પોલીસે શહેરમાં `રામનવમી' ઉજવણીને
કારણે આઈપીએલ સ્પર્ધા માટે સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કર્યા બાદ આ નિર્ણય
લેવાયો છે, એમ સીએબીના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ પીટીઆઈને જણાવ્યું
હતું. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી હતી કે, આ તહેવારની
ઉજવણી માટે પશ્ચિમ બંગાળમાં 20,000થી વધુ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સીએબીના
પ્રમુખ ગાંગુલીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, `અમે બીસીસીઆઈને મેચ ફરીથી યોજવા માટે જાણ
કરી છે, પરંતુ શહેરમાં મેચ ફરીથી રમાડવાનો કોઈ અવકાશ
નથી અને હવે મને સાંભળવા મળી રહ્યું છે કે, તેને ગુવાહાટી ખસેડવામાં
આવશે.'