• ગુરુવાર, 03 જુલાઈ, 2025

હેન્ડબોલ ટૂર્ના.ની ફાઇનલમાં આજે ગુજરાત-પંજાબની ટક્કર

ભુજ, તા. 2 : ગુજરાતમાં પ્રથમ વખત રમાઇ રહેલી સિનિયર હેન્ડબોલ મહિલાની રાષ્ટ્રીય સ્પર્ધાની ફાઇનલમાં  ગુજરાત અને પંજાબની ટીમો પહોંચી છે. આ સાથે 25 રાજ્ય ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયાં છે. સેમિફાઇનલનો  ટોસ કરતાં જિલ્લા શિક્ષણાધિકારીઓ સંજય પરમાર અને ભૂપેન્દ્ર વાઘેલાએ કચ્છમાં શાળાકીય સ્પર્ધાઓમાં હેન્ડબોલને મજબૂત કરાશે, એમ જણાવી ટીમોને શુભેચ્છા આપી હતી. બંને અધિકારીનું આયોજકોએ સન્માન કર્યું હતું. સવારના સત્રમાં છ મેચ રમાઇ હતી, જેમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી. રાત્રે 10 વાગ્યા સુધી સ્પર્ધાએ રંગ જમાવ્યો હતો. અંતે યજમાન ગુજરાત અને લડાયક પંજાબ ફાઇનલમાં પહોંચતાં ગુરુવારે  10 કલાકે મુકાબલો થશે. સાંસદ વિનોદભાઇ ચાવડાધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લાના અધિકારીઓ સહિતનાની ઉપસ્થિતિમાં  વિજેતા સહિતના  ખેલાડીઓને  ટ્રોફી-ઇનામો આપવા સાથે રંગારંગ સમાપન સમારોહ યોજાશે. 

Panchang

dd