જમ્મુ, તા. 2 : પવિત્ર અમરનાથ યાત્રા માટે
આજે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો જમ્મુથી રવાના થયો હતો. ઉપરાજ્યપાલ (એલજી) મનોજસિંહાએ
ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રિકોએ
હર હર મહાદેવ અને બમ બમ ભોલેના સૂત્રોથી વાતાવરણ ગજવ્યું હતું. પવિત્ર વાર્ષિક યાત્રાનો
સત્તાવાર આરંભ આવતીકાલ ત્રીજી જુલાઈથી થશે. દરમ્યાન,
પઠાણકોટથી પણ અમરનાથ યાત્રિકોના જથ્થાને રવાનો કરવામાં આવ્યો હતો. અહીંથી
શ્રદ્ધાળુઓ બાલટાલ થઈને બાબા બર્ફાનીની ગુફા પહોંચશે. 38 દિવસ સુધી ચાલનારી આ યાત્રા
પહેલગામ અને બાલટાલ બંને માર્ગથી થશે. યાત્રાનું સમાપન નવમી ઓગસ્ટ રક્ષાબંધને થશે.
ગયાં વર્ષે અમરનાથ યાત્રા બાવન દિવસ ચાલી હતી અને પાંચ લાખ શ્રદ્ધાળુએ પવિત્ર ગુફામાં
દર્શન કર્યાં હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ તીર્થયાત્રી નોંધણી કરાવી ચૂક્યા છે. આ સિવાય શ્રદ્ધાળુઓની
સગવડતા માટે જમ્મુમાં ઓફલાઈન નોંધણી આતંકવાદી હુમલાને ધ્યાન લેતાં સુરક્ષા વ્યવસ્થા
વધારવામાં આવી છે.